3 ફુટનો ઠીંગણો માણસ ભાવનગર મેડિકલ કોલેજમાંથી ડૉક્ટર બની ગયો

ગુજરાતના ભાવનગરથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. માત્ર 3 ફુટની હાઇટ ધરાવતો એક ઠિંગણો માણસ ડોકટર બની ગયો છે. લોકોની અનેક મજાક છતા આ યુવકે MBBS પાસ કરી લીધું છે.

ભાવનગરમાં ગોરખી ગામમાં રહેતા ગણેશ બારૈયાએ ભાવનગર મેડિકલ કોલેજમાંથી MBBS પુરુ કરી લીધું છે. માતા દેવુબેને સપનું જોયું હતું કે પોતાનો પુત્ર ગણેશ ડોકટર બને. તેમના પરિવારમાં 8 ભાઇ બહેન, જેમાં સાત બહેનો અને એક જ ભાઇ ગણેશ. તેમના પરિવારમાંથી 10 ધોરણથી વધારે કોઇ ભણ્યું નહોતું.

ગણેશ અને અન્ય 2 દિવ્યાંગોને જ્યારે ગુજરાત સરકારે મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેને કારણે આ દિવ્યાંગોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કોર્ટે દિવ્યાંગોના પક્ષમાં ચુકાદો આપ્યા પછી પ્રવેશ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp