રૂપાલાના વિવાદમાં નિકળેલો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ આ તારીખે અટકશે

PC: newsmeter.in

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન આપેલું જેને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. રૂપાલા વિવાદને લગભગ 1 મહિના કરતા વધારે સમય થઇ ગયો છે, પરંતુ હજુ ક્ષત્રિય સમાજના રોષ શાંત થયો નથી.

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ રૂપાલ સામે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી હતી, જેમાં ગયા સપ્તાહે ધર્મ રથ ગુજરાતભરમાં ફેરવવાનો હતો. રાજકોટમાં આવેલા ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિરેથી ધર્મ રથની શરૂઆત કરવામાં આવી હતી અને 1મેના દિવસે ધર્મરથ રાજકોટમાં ફરી રહ્યો છે અને 2મેના દિવસે કાગવડમાં આવેલા ખોડલધામ ખાતે ધર્મ રથનું સમાપન કરવામાં આવશે.

જો કે ક્ષત્રિય સમાજને એ વાતનો વસવસો છે કે, એક મહિના કરતા લાંબા સમયથી આંદોલન ચાલતું હોવા છતા સરકાર કોઇ નોંધ લેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp