ફળ ઝાડ માટે 15 વર્ષ માટે સરકારે જમીન આપી હતી, નિવૃત અધિકારીએ બંગલો બનાવી દીધો
રાજકોટમાં એક નિવૃત નાયબ મામલતદારનું એવું કૌભાંડ સામે આવ્યું કે સાંભળીને ચોંકી જશો. સરકારે જે જમીન માત્ર ફળ ઝાડ માટે 15 વર્ષના ભાડા પટ્ટે આપી હતી તેની પર નિવૃત સરકારી અધિકારી બંગલો અને ફાર્મ હાઉસ ઉભું કરી દીધું હતું અને ધંધો પણ કરવાનો શરૂ કરી દીધો હતો. હવે આ અધિકારીના બંગલા અને ફાર્મ હાઉસ પર સરકારે કબ્જે કરી લીધો છે.
1987માં રાજકોટમાં તે વખતના કલેક્ટર રાજીવ કટરૂના કાર્યકાળમાં એમ.ડી. માંજરિયાને 15 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવી હતી અને શરત એ હતી કે આ જમીન પર માત્ર ફળ અને ઝાડ સિવાય કશું કરી શકાશે નહી. 2002માં ભાડા કરાર પુરો થયો, પરંતુ આ અધિકારીએ 2008 સુધી જગ્યા ખાલી જ ન કરી. 2008માં તે વખતના કલેક્ટર પ્રદીપ શર્માએ ફરી એમ. ડી માંજરિયાને જમીન 15 વર્ષ માટે ભાડે પટ્ટી આપી. માંજરિયાએ એમાં બંગલો, ગોડાઉન, નર્સરી શરૂ કરીને ધંધો શરૂ કરી દીધો હતો. સરકારે હવે આ બંગલા અને જમીન પર કબ્જો કરી લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp