94 વર્ષના ઇતિહાસમાં કેસર કેરીના અથાણા માટે સૌથી ખરાબ સમય આવ્યો

ગુજરાતમાં 94 વર્ષના ઇતિહાસમાં કેસર કેરીના અથાણાં માટે સૌથી ખરાબ સમય આવ્યો છે. કેરીની સિઝનમાં ઘર માટે અથાણાં બનાવતી મહિલાઓને આ વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેરીની સિઝનમાં મહિલાઓ કેસર કેરી સહિત અન્ય કાચી કેરીના અથાણાં બનાવતી હોય છે, પરંતુ આ વખત કમોસમી વરસાદ અને વાતાવરણમાં બદલાવને કારણે કેરીનો પાક ઓછો ઉતર્યો છે, જેને કારણે કેરી મોંઘી થવાથી અથાણું ભરવાનું મહિલાઓને મુશ્કેલ બન્યું છે.

મહિલાઓનું કહેવું છે કે કેરી તો મોંઘી થઇ જ છે, પરંતુ અથાણાં માટે જરૂરી વસ્તુઓના ભાવો પણ આસમાને પહોંચ્યા છે, જેને કારણે એક બરણી અથાણું ભરવાનું પણ મોંઘુ થયું છે. બહારના અથાણાં પણ મોંઘા મળી રહ્યા છે અને એવા અથાણાં લાંબો સમય સારા રહેતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp