PM પ્રચાર કરી ગયા છતા જામનગરમાં ભાજપ માટે આ 5 પડકારો છે

PC: thehindu.com

પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે વિવાદીત નિવેદન આપ્યું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયા અને તેનો રેલો જામનગર સુધી પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 મેના દિવસે જામનગર બેઠક પર પ્રચાર માટે આવ્યા પછી પણ હજુ ભાજપ માટે 5 પડકારો ઉભા છે.

 (1)ક્ષત્રિય આંદોલનને કારણે જામનગરમાં પણ વિવાદ વધ્યો છે અને ક્ષત્રિય આગેવાન ધર્મેન્દ્રસિહં જાડેજા અને રીવાબા જાડેજાની નિષ્ક્રીયતા ભાજપ માટે મોટો પડકાર ઉભો કરી શકે છે. ક્ષત્રિયોનો વિરોધ જો મતદાનમાં પરિણમે તો મોટો ફટકો પડે.

(2) કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવાર જે પી મારવિયાને ટિકિટ આપેલી છે અને જામનગરમાં 2.46 લાખ પાટીદાર મતદારો છે, જેમાં 1.80 લાખ લેઉવા પાટીદારો છે

 (3) ભાજપમાં આંતરિક જૂથવાદ છે. પૂનમ માડમની સાથે રીવાબા જાડેજા અને હકુભા જાડેજાના મતભેદો જગજાહેર છે

(4) આ વખતે લઘુમતી મતદારો નારાજ થયા છે (5) સતવારા સમાજ જેમના મતદારોની સંખ્યા 1.21,441 લાખ છે તેમણે ક્ષત્રિય સમાજના આંદોલનને સમર્થન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp