ગુજરાતનું આ ભવાની માતાનું મંદિર ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણીજીના પ્રેમનું પ્રતિક છે
સૌરષ્ટ્રમાં મહુવામાં અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના અતૂટ પ્રેમ સંબંધની સાક્ષી છે. મહુવાના આ ભાવનાની માતાજીના મંદિરની સાથે એક ઐતિહાસિક દંતકથા પણ જોડાયેલી છે.
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના પ્રેમની સાથે જોડાયેલી ભવાની માતાની મંદિરની કથાની શરૂઆત માતાજીના મંદિરથી થોડા દૂર આવેલા કતપર ગામમાંમાંથી શરૂ થાય છે. વર્ષો પહેલા કતપર ગામ કુંદનપુર તરીકે ઓળખવામાં આવતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મકને પાંચ પત્ર અને એક પુત્રી હતું. પુત્રીની નામ રૂક્ષમણી હતી.
રૂક્ષમણીજીના મોટા ભાઈ રુક્મયે રૂક્ષમણીજીના વિવાહ શિશુપાલની સાથે નક્કી કર્યા હતા. રૂક્ષમણીજીને શિશુપાલ પસંદ ન હોવાથી તેમને દ્રારકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો કે, તમે ભવાની માતાના મંદિર આવીને મારું હરણ કરીને તમારી સાથે લઇ જાવ. રૂક્ષમણીજીના કહેવાથી ભગવાન કૃષ્ણ ભવાની માતાની મંદિરે આવ્યા હતા અને રૂક્ષમણીજીનું હરણ કરીને તેમને દ્રારકા લઇ ગયા હતા અને દ્રારકામાં તેમની સાથે લગ્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણને રૂક્ષમણીજીનું હરણ ભવાની માતાના મંદિરેથી કર્યું હોવાથી આ મંદિરને ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણીજીનાં પ્રેમનું પ્રતિક કહેવામાં આવે છે. આ દંતકથાના કારણે આજેપણ અપરિણી કન્યાઓ તેમને મનગમતા વરની પ્રાપ્તિ કરવા માટે માતાજીની પૂજા-અર્ચાના કરે છે.
ભવાની માતાનું આ મંદિર મહુવાથી પાંચ કિલોમીટરના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફૂટ ઉપર આવેલું છે. પર્યટકની સ્થળની દૃષ્ટિએ પણ ભવાની માતાના મંદિર અને તેની આસપાસના કુદરતી વાતાવરણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp