આ રીતે દૂર કરાશે રાજકોટની ટ્રાફિક સમસ્યા

PC: Khabarchhe.com

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ કરવા મનપા દ્વારા ટ્રાફિકથી ધમધમતા રોડ પર તબક્કાવાર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણના પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવી રહ્યાં છે. હાલ દોઢ ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી, મવડી ચોકડી ઓવરબ્રિજ નિર્માણની કામગીરી પૂર્ણતા તરફ આગળ ધપી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકમાં પણ ગોંડલ રોડ જેવો ત્રિકોણીય બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટને અમલી બનાવવા મનપાએ કમર કસી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બ્રિજને લીલીઝંડી આપી દેતા ટૂંક સમયમાં ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાની ડિઝાઇન મુખ્યમંત્રીએ ફાઇનલ કર્યા બાદ મહાનગરપાલિકાએ બ્રિજમાં કપાત થતી મિલકતોની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આગામી દિવાળીના તહેવાર પહેલા આ બ્રિજની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તેવી સંભાવના છે. આ બ્રિજ બનાવવા માટે અંદાજે 21 સરકારી અને ખાનગી મિલકતો કપાતમાં થશે. જો કે, મોટા ભાગની મિલકતોમાં બિલ્ડિંગ નહીં પણ કમ્પાઉન્ડ વોલ કે ઓટા કપાતમાં જ છે. સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા અહીં ટ્રાએન્ગલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 62 કરોડના ખર્ચે હોસ્પિટલ ચોકમાં બનનાર છે

ટ્રાએન્ગલ બ્રિજની પહોળાઈ 29 મીટરની રહેશે જેમાં 7 મીટરના 2 રોડ રહેશે. બ્રિજનો એક છેડો કેસરી હિંદ પૂલથી 100 મીટર પછી શરૂ થશે, જ્યારે બીજો છેડો જ્યુબેલી ચોક પાસે ઉતરશે અને ત્રીજો છેડો જામનગર રોડ પર રેલવે ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે ઉતરશે. બંને સાઈડના રોડ વચ્ચે ડિવાઈડર, સર્વિસ રોડ અને ફૂટપાથ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. બ્રિજના નિર્માણ માટે વિવિધ મિલકતોની આશરે 4187 ચો.મી જમીન સંપાદન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp