મોરબીમાં ટ્રાફિક જવાનની સરાહનીય કામગીરી, જાતે પાવડા લઈ રસ્તામા પડેલા ખાડા પૂર્યા

PC: fastly.net

રાજ્યમાં ચોમાસાના કારણે રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઈ છે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે ઘણીવાર જીવલેણ અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ગઈ છે. લોકોને ખરાબ રસ્તાઓના કારણે પડતી મુશ્કેલીને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સરકારી અધિકારીઓને દિવાળી સુધીમાં રાજ્યના તમામ રસ્તાઓ સરખા કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા અને અલગ અલગ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને રસ્તાની કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના આદેશ પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારના રસ્તાઓ પર ખાડા જોવા મળે છે. ખરાબ અને ખાડાવાળા રસ્તાઓના કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલી જોતા મોરબીમાં બે ટ્રાફિક પોલીસકર્મીઓ દ્બારા હાથમાં પાવડા લઇને રસ્તાને સરખા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બંને ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડાઓમાં માટી ભરીને રસ્તાને સમથળ કર્યો હતો. કારણ કે, ખાડામાં બાઈકનું ટાયર જવાથી બાઈક સ્લીપ થવાનો ભય વધારે રહે છે. તેથી વાહન ચાલકોની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસકર્મીઓએ હાથમાં પાવડાઓ ઉપડ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, મોરબીના સામાકાંઠે જવા માટેના તખ્તસિંહજી રોડના રસ્તા પર વળાંક પર મોટા મોટા ખાડા પડી ગયા હતા અને આ ખાડામાં કેટલીકવાર બાઈક સ્લીપ થવાની ઘટનાઓ બની હતી. બાઈક સ્લીપ થવાની ઘટનામાં વાહન ચાલકોને ઈજાઓ પણ થવા પામી હતી. વાહન ચાલકોએ ખાડાને કારણે હાલાકી ન ભોગવવી પડે તે માટે મોરબી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જીલુભાઈ ગોગરા અને લાભભાઈ બાલાસરા નામના ટ્રાફિક પોલીસકર્મીઓએ હાથમાં પાવડો લઇને રસ્તાના વળાંકમાં પડેલા મોટા-મોટા ખાડાઓમાં માટી ભરવાની કામગીરી કરી હતી અને તેમણે રસ્તા પર પડેલા તમામ ખાડાઓ માટીથી ભરીને સમથળ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp