ગુજરાતના 5 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી,24 કલાક ભારે
ગુજરાતમાં થી ચોમાસાએ હજુ થોડા દિવસો પહેલાં જ વિદાય લીધી છે અને ખેડુતો તેમના પાક લેવામાં વ્યસ્ત છે એવા સમયે 5 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડુતોની ચિંતા વધી છે. હજુ તો 24 કલાક ભારી હોવાની આગાહી છે. જો કમોસમી વરસાદ વધારે પડશે તો ખેડુતોના પાકને ભારે નુકશાન થશે.
ગુજરાતનું વાતાવરણ દિવાળીના તહેવાર પહેલા બદલાયું છે અને દ્રારકા, જૂનાગઢ, સાપુતારા, ગીર સોમનાથ અને અમરેલી એમ રાજ્યાના 5 જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.માવઠાને કારણે ખેડુતોના મગફળી અને કપાસના તૈયાર પાકને ભારે નુકશાન થવાની વકી છે.
ગીર સોમનાથમાં તો કરા સાથે વરસદા પડવાને કારણે ખેડુતોને શિયાળુ પાકમાં નુકશાન થવાની ચિંતા છે.
ગુજરાતમાં અત્યારે લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. દિવસમાં ગરમી પડી રહી છે અને વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ છે તો બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ચિંતા વધારનારી વાત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્રારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, વલસાડ અને ડાંગમાં 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 14 થી 16 નવેમ્બર દરમિયાન એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી હવાનું હળવું દબાણ ઉભું થશે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાતની પણ સંભાવના છે. જેને કારણે ગુજરાતના હવામાન પર તેની અસર જોવા મળશે. દિવાળી પછી અરબ સાગરનો ભેજ અને અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાના ચાલું રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં જબરદસ્ત ઠંડી પડશે.
અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં દિવસનું જે તાપમાન છે તેમાં વધારે ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી. રાતનું તાપમાન પણ એટલું જ રહેશે. આગામી 7 દિવસમાં ભારે ઠંડીની શક્યતા દેખાતી નથી.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડુતો પરેશાની અનુભવી રહ્યા છે. આ વખતે માર્ચ મહિનામાં પણ ચોમાસાની સિઝન પહેલાં કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp