જૂનાગઢમાં પિતાએ સગા પુત્રને કેમ બળાત્કારના કેસમાં ફસાવવાનું કાવતરું રચ્યું?

PC: Youtube.com

જૂનાગઢમાં એક પિતાએ પિતા-પુત્રના સંબંધને કલંકિત કર્યો છે. સગા પિતાએ પુત્રને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરવાનું કાવતરું રચ્યું હતું. આ બાબતે વિગતવાર વાત કરવામાં આવે તો જય તેની માતા કીર્તિબેન સાથે તેના પિતા રાજેન્દ્ર માવરીયાથી અલગ રહે છે. 12થી 13 વર્ષ પહેલા માતા-પિતા વચ્ચે કજિયો થતા કીર્તિબેન જય અને તેની બહેનને લઈ રાજેન્દ્ર માવરીયાથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા. પિતાથી અલગ થયા બાદ જયની માતાએ રાજેન્દ્ર માવરીયા સામે ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. જેના કારણે છેલ્લા 12 વર્ષથી રાજેન્દ્ર માવરીયા તેની પત્ની અને સંતાનોનું ભરણપોષણ કરે છે.

રાજેન્દ્રનો માવરીયાનો પુત્ર જય 18 વર્ષનો થઈ ગયો હોવાના કારણે પુત્રને મિલકતમાં ભાગ ન આપવો પડે તે માટે રાજેન્દ્ર માવરીયાએ પુત્રને હનીટ્રેપમાં ફસાવી દેવા માટે એક કાવતરું રચ્યું. રાજેન્દ્ર માવરીયાના ઇશારે કેટલાક લોકો દ્વારા જયનું અપહરણ કરી તેના પર બળાત્કારનો કેસ કરાવી પુત્રને હનીટ્રેપમાં ફસાવી દેવાનું કાવતરું રચ્યું. પરંતુ પિતાનું કાવતરું સફળ થાય તે પહેલા જય દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના કારણે પિતાનું કાવતરું સફળ થાય તે પહેલા જૂનાગઢ પોલીસે રાજેન્દ્ર માવરીયા સહિત 13 આરોપીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp