ડો. કનુ કલસરીયા કોંગ્રેસ છોડીને BJPમાં જોડાશે?

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ભાજપવાળા કોંગ્રેસને એક પછી એક ઝટકા આપી રહ્યા છે. ગઇ કાલે અર્જૂન મોઢવાડિયા અને અંબરિશ ડેર પછી હવે મહુવાના એક મોટા નેતા પણ કોંગ્રસ છોડેની ભાજપમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી છે.

ભાવનગરમાં કોંગ્રેસ પર પકડ ધરાવતા ડો. કનુ કલસરિયા ભાજપમાં જોડાઇ તેવી ચર્ચા શરૂ થઇ છે. કનુ કલસરિયાને જાયન્ટ કિલર કહેવામાં આવે છે. 1998માં તેમણે ભાજપની ટિકીટ પર પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને સામે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર છબિલદાસ મહેતાને હરાવ્યા હતા ત્યારથી તેમને જાયન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે.

એ પછી તેઓ વર્ષ 2014માં આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2018માં AAP છોડી દીધી હતી. વર્ષ 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp