ટેસ્લાની આ ગાડીનું વેઇટીંગ 5 વર્ષ પહોંચી ગયું, 19 લાખ લોકોએ બૂક કરાવી

PC: topgear.com

દુનિયામા સૌથી ધનિક એવા એલન મસ્કની કંપનીએ એવી ભારેખમ ટ્રક બનાવી છે  જેની ભારે ડિમાન્ડ છે, 19 લાખ લોકોએ બુકીંગ કરાવી દીધું છે અને હવે બુકીંગ કરાવનારે 5 વર્ષની રાહ જોવી પડશે. ટેસ્લાએ ગયા સપ્તાહથી પ્રોડકશન શરૂ કર્યું છે, પરંતુ માસ પ્રોડકશન સપ્ટેમ્બર 2024થી શરૂ થશે.કંપનીએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ટ્રક છે.

ટેસ્લાની પહેલી ઇલેકટ્રિક પિકઅપ ‘સાયબરટ્રક’ના લોન્ચિંગ પહેલા જ 19 લાખ લોકોએ બુકીંગ કરાવી દીધું છે. કંપનીએ નવેમ્બર 2019માં સાયબરટ્રકનું અનાવરણ કરતી વખતે બુકીંગ શરૂ કર્યું હતું. ગયા સપ્તાહથી જ કંપનીએ સાયબરટ્રકનું પ્રોડક્શન શરૂ કર્યું છે. સપ્ટેમ્બર 2024થી ટેસ્લા આ ટ્રકનું માસ પ્રોડકશન શરૂ કરશે.

કંપીનીના  CEO એલન મસ્કે તાજેતરમાં જ સાયબરટ્રક વિશે વાત કરતા કહ્યું હતું કે ઇલેકટ્રિક પિકઅપની અત્યારે સૌથી વધારે ડિમાન્ડ છે. એ વાતને ધ્યાનમાં રાખીને કંપની વધારેમાં વધારે ક્ષમતા સાથે દર વર્ષે 3.75 લાખ યુનિટ્સ સાયબરટ્રક બનાવશે. નવા બુકીંગ કરનાર ગ્રાહકે સાયબરટ્રકની ડિલીવરી માટે 5 વર્ષની રાહ જોવી પડી શકે છે.

ટેસ્લાની સાયબરટ્રકને ગીગા ટેક્સાસમાં  બનાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં કંપની ગીગા મેક્સિકોમાં પણ સાયબરટ્રકનું પ્રોડકશન શરૂ કરશે, જેને લીધે ટેસ્લા વધારે યુનિટસનું ઉત્પાદન કરી શકશે.

હાલમાં સાયબરટ્રકને યુરોપિયન અને એશિયન માર્કેટના લોકો તેને 100 ડોલર ( અંદાજે 8199 રૂપિયા)માં પેમેન્ટ કરીને પ્રી-બુકીંગ કરાવી શકે છે. ટેસ્લાની આ સાયબરટ્રક સાઇઝમાં મોટી અને વજનમાં ખાસ્સી ભારે છે. કંપનીના કહેવા મુજબ સાયબરટ્રેકની લંબાઇ 231.7 ઇંચ, પહોળાઇ 79.8 ઇંચ અને ઉંચાઇ 75 ઇંચ છે.

સાયબરટ્રકની  વિશેષતા પણ જાણી લઇએ. સાયબરટ્રકની બોડી અલ્ટ્રા- હાર્ડ સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવી છે, સ્ટેનલેસ સ્ટીલ સાયબરટ્રકને મજબુત અને સુરક્ષિત બનાવે છે. સાયબરટ્રકમાં અલ્ટ્રા- સ્ટ્રોન્ગ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાયબરટ્રકને સેલ્ફ લેવલિંગ કેપેસિટી આપવામાં આવી છે,  સાયબરટ્રક 3,500 પાઉન્ડ (1587 કિગ્રા) સુધીનું વજન ક્ષમતા અને એડજસ્ટેબલ એર સસ્પેન્શન ધરાવે છે, તેમાં 6 લોકો માટે બેઠક અને 100 ક્યુબિક ફીટ એક્સટર્નલ સ્ટોરેજ કેપેસિટી આપવામાં આવી છે, ટ્રકની સીટ હેઠળ વધારાની સ્ટોરેજ ક્ષમતા અને કસ્ટમાઈઝ્ડ યુઝર ઈન્ટરફેસ સાથે 17-ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે, કંપનીનો દાવો છે કે તે અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ટ્રક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp