SpaceXનું રોકેટ અંતરીક્ષમાં થયુ ફેલ, 20 સેટેલાઇટ આકાશમાંથી પડ્યા, થઇ રહી છે તપાસ

PC: x.com/elonmusk

SpaceX કંપનીના 20 સ્ટારલિંક સેટેલાઇટ લોન્ચ થયા બાદ આકાશમાંથી જમીન તરફ પડી પડ્યા, પરંતુ ધરતી પર આવવા અગાઉ જ વાયુમંડળમાં સળગીને રાખ થઇ ગયા. એક્સપર્ટ્સ એ તપાસ કરી રહ્યા છે કે આખરે શું ગરબડી થઇ, પરંતુ રોકેટમાં કોઇ પ્રકારની પરેશાનીનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી SpaceX ફાલ્કન-9 રોકેટની તપાસ કરી લેતી નથી, ત્યાં સુધી રોકેટથી નવી લોન્ચિંગ કરવામાં નહીં આવે. આ વાત છે 11 જુલાઇની.

કેલિફોર્નિયાના વાંડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી ફાલ્કન-9 રોકેટથી સ્ટારલિંક સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવ્યા. લોન્ચિંગ 10 જુલાઇએ થવાની હતી, પરંતુ એક દિવસ બાદ કરવામાં આવી. લૉન્ચિંગની શરૂઆત સારી હતી. રોકેટના પહેલા સ્ટેજે સારું પરફોર્મ કર્યું. બીજા સ્ટેજમાં સેટેલાઇટ લાદ્યા હતા. પહેલા સ્ટેજ પર તે પોતાનું કામ કરીને પ્રશાંત મહાસાગરમાં ફ્લોટિંગ બેઝ પર ઉતરી આવ્યા, પરંતુ બીજા સ્ટેજનું બીજું બર્ન ન થયું એટલે કે એન્જિન ઑન ન થયું. કહેવામાં આવે છે કે લિક્વિડ ઑક્સીજન લીક થઇ રહ્યું હતું.

એટલે બીજા સ્ટેજનો રોકેટ અને 20 સ્ટારલિંક સેટેલાઇટ્સ ધરતી ઉપર વાયુમંડળમાં ફસાઇ ગયા. બીજા સ્ટેજથી સેટેલાઇટ નીકળી જ ન શક્યા. એ સમયે ધરતીથી 135 કિમી ઉપર હતા, જ્યારે આ સેટેલાઇટ્સે આ દૂરીથી બેગણા દૂર સુધી જવાનું હતું. થોડા જ સમય બાદ વાયુમંડળીય ગ્રેવિટીના કારણે સેટેલાઇટ સહિત રોકેટ નીચે આવવા લાગ્યા. જેવા જ સેટેલાઇટ્લ સહિત રોકેટનો બીજો હિસ્સો વાયુમંડળના ઉપરના હિસ્સામાં આવ્યો. એ સળગવા લાગ્યો.

આખું વાયુમંડળ ખતમ કરતા કરતા રોકેટના હિસ્સા અને સ્ટારલિંક સેટેલાઇટ્સ સળગીને ખતમ થઇ ગયા. SpaceXના વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ વાત ન બની. હાલમાં અમેરિકાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. આ અગાઉ ગયા વર્ષે પણ FAAએ SpaceXના સ્ટારશિપ રોકેટને પણ ગ્રાઉન્ડેડ કરી દીધો હતો કેમ કે તે પણ લોન્ચના થોડા સમય બાદ જ ફાટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp