48 ઇંચ TV...ફ્રિજ, બેડરૂમ જેવો આરામ! આ શાનદાર કાર લોન્ચ થઈ છે, કિંમત છે આટલી

PC: aajtak.in

Lexus Indiaએ તેની LM 350h લક્ઝરી MPV ભારતમાં રૂ. 2 કરોડની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. 4-સીટર લાઉન્જ પેકેજ સાથે રેન્જ-ટોપિંગ વેરિઅન્ટની કિંમત રૂ. 2.50 કરોડ છે. આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને શાનદાર સુવિધાઓથી સજ્જ આ કાર દેશની સૌથી મોંઘી અને વૈભવી MPV છે. આ કારે તેની ભાઈ ટોયોટા વેલફાયરને પાછળ છોડી દીધી છે, જેની કિંમત 1.2 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તો ચાલો જાણીએ આ કારમાં શું છે ખાસ...

Lexus LMના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, તમે જોઈ શકો છો કે, તેમાં આગળના ભાગમાં મોટી મોટી ગ્રિલ છે, જે આકર્ષક LED હેડલેમ્પ અને સ્ટાઇલિશ વર્ટિકલ ફોગ લેમ્પ હાઉસિંગ સાથે જોડાયેલ છે. ઢોળાવવાળી બોનેટ, મોટી ગ્રિલ અને આગળની વિન્ડશિલ્ડ આ MPVની હાજરીને વધુ આકર્ષક બનાવે છે. ગ્રિલમાં હેક્સાગોનલ ડિઝાઈન છે અને ફોગ લેમ્પ હાઉસિંગને સાટિન સિલ્વર ફિનિશ મળે છે.

કારનું કદ: લંબાઈ-5,130 mm, પહોળાઈ-1,890 mm, ઊંચાઈ-1,945 mm, વ્હીલબેઝ-3,000 mm.

તમે આ કારની અંદરની જગ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે, લંબાઈ અને પહોળાઈના સંદર્ભમાં આ કાર ભારતીય બજારમાં સેગમેન્ટ લીડર Toyota Innova Crysta કરતાં 395 mm અને 60 mm વધુ છે. ઈનોવાની લંબાઈ 4,735 mm અને પહોળાઈ 1,830 mm છે. જો કે, આ બંને કારની કેવિટી સાઈઝને સમજવા માટે સરખામણી કરવામાં આવી છે, કિંમત સેગમેન્ટમાં આ બંને કાર વચ્ચે ઘણો મોટો તફાવત છે.

કંપની આ કારને 4 સીટર અને 7 સીટર બંને વિકલ્પો સાથે ઓફર કરશે. 4 સીટર વેરિઅન્ટમાં તમને કેબિનની અંદર મહત્તમ જગ્યા મળશે અને તેના ઈન્ટિરિયરને કોઈ ઘર હોય તેની જેમ સજાવવામાં આવ્યું છે.

આ લક્ઝરી MPVમાં પેનલ ગ્લોસ પણ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ગોપનીયતા માટે પાર્ટીશન તરીકે કરી શકાય છે. મુસાફરી દરમિયાન, આગળ અને પાછળના કેબિન વિભાગોને સંપૂર્ણપણે અલગ રૂમમાં વિભાજિત કરી શકાય છે.

Lexus LMમાં, કંપનીએ જગ્યા અને આરામનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. તેનું 3000 mm વ્હીલબેઝ કારની કેબિનને મોટી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેની પાછળની સીટના મુસાફરોને હેડ રૂમ અને લેગ રૂમની પૂરતી માત્રા મળે છે. આ લક્ઝરી MPVમાં આગળના ભાગમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં 19 ઈંચના એલોય વ્હીલ્સ છે.

તેની કેબિનમાં 48-ઇંચનું વિશાળ ટેલિવિઝન, 23 સ્પીકર્સ સાથે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને પિલો સ્ટાઇલ હેડરેસ્ટ છે. કંપનીએ મુસાફરોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આ ઉપરાંત નાનું ફ્રિજ, ફોલ્ડેબલ ટેબલ, છત્રી રાખવા માટે છત્રી હોલ્ડર, ગરમ આર્મરેસ્ટ, ઘણાં વિવિધ USB પોર્ટ, વાયરલેસ ફોન ચાર્જર, પુસ્તકો વાંચવા માટે રીડિંગ લાઇટ વગેરે, વેનિટી મિરર વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

કંપનીએ Lexus LMમાં એક નવી વોઈસ કંટ્રોલ સિસ્ટમ પણ આપી છે, જેના વિશે કંપનીનો દાવો છે કે, આ દુનિયાની એક અનોખી વોઈસ કંટ્રોલ સિસ્ટમ છે, જે કારની અંદર પાછળના મુસાફરો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. પાછળના પેસેન્જર માટે, એક અલગ સ્માર્ટફોન સ્ટાઈલ કંટ્રોલ પેનલ આપવામાં આવી છે, જેમાં ક્લાઈમેટ કંટ્રોલ, સીટ ફંક્શન્સ, ઈન્ટિરિયર લાઈટિંગ વગેરેને ઓપરેટ કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી છે.

આ કારમાં ઓછા અવાજવાળા વ્હીલ્સ અને ટાયર અને સક્રિય અવાજ નિયંત્રણ સિસ્ટમ છે, જે ડ્રાઇવિંગ દરમિયાન માઇક્રોફોન દ્વારા શોધાયેલ અવાજને ઘટાડે છે. આ કારમાં બે અલગ-અલગ સનરૂફ છે, જે કારની છતની ઉપરની બાજુઓ પર આપવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે, પાછળની સીટ પર બેઠેલા બંને મુસાફરોને વ્યક્તિગત સનરૂફ જેવો અહેસાસ આપશે.

આ કારમાં ડિજિટલ રિયર-વ્યૂ મિરર, પેનોરમિક-વ્યૂ મોનિટર, ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) આપવામાં આવેલું છે. આ ઉપરાંત, તે પ્રી-ક્રેશ સેફ્ટી, ડાયનેમિક રડાર ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ, પ્રોએક્ટિવ ડ્રાઈવિંગ આસિસ્ટ અને એડવાન્સ ડ્રાઈવર રિસ્પોન્સ સિસ્ટમ સહિત અનેક ઉત્તમ સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય આ કાર રિમોટ ફંક્શન સાથે એડવાન્સ પાર્ક અને ટ્રાફિક જામ સપોર્ટ સાથે આવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગ્લોબલ માર્કેટમાં આ MPV બે અલગ-અલગ પાવર ટ્રેન અને વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. LM (350h)માં, કંપનીએ 2.5 લિટરની 4-સિલિન્ડર ક્ષમતા સાથે સ્વ-ચાર્જિંગ હાઇબ્રિડ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 250hpનો મજબૂત પાવર અને 239Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કારનું પાવરફુલ વર્ઝન પણ છે જે 2.4 લીટર ટર્બો-હાઈબ્રિડ એન્જિનથી સજ્જ છે.

કંપનીએ પહેલાથી જ Lexus LM 350Hનું બુકિંગ શરૂ કરી દીધું હતું. આ દેશના સૌથી લક્ઝુરિયસ મલ્ટી પર્પઝ વાહનોમાંનું એક છે. વિદેશી બજારમાં આ MPVની ઘણી માંગ છે. કંપનીને આશા છે કે, આ કાર ભારતીય બજારમાં પણ ગ્રાહકોને પસંદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp