રૂ.7000થી ઓછી કિંમતમાં 50MP કેમેરાવાળો ફોન, જાણો એકદમ મસ્ત ફીચર્સ

PC: 91mobiles.com

Infinixએ તેનો નવો બજેટ સ્માર્ટફોન ભારતની બજારમાં લોન્ચ કરી દીધો છે. Infinix Smart 8 સીરીઝનો આ બીજો ફોન છે. અગાઉ તાજેતરમાં જ કંપનીએ ભારતમાં Smart 8 HD લોન્ચ કર્યું હતું. Infinix Smart 8 વિશે વાત કરીએ તો, તેમાં ઘણા બધા ફીચર્સ Smart 8 HD જેવા જ છે. Infinix Smart 8માં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા, 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ અને 6.6 ઇંચ IPS LCD ડિસ્પ્લે જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જાણો નવા Infinix ફોનની કિંમત અને ફીચર્સ વિશેની માહિતી…

Infinix Smart 8 સ્માર્ટફોન Timber Black, Shiny Gold, Rainbow Blue અને Galaxy White કલર જેવા વિકલ્પોમાં આવે છે. હેન્ડસેટનો 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટ 7,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ICICI બેંક કાર્ડથી ફોન ખરીદવા પર તમને ડિસ્કાઉન્ટ મળશે અને આ ફોન 6,749 રૂપિયામાં ખરીદી શકાય છે.

Infinix Smart 8માં 6.6- ઇંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે, જે HD+ (1612 x 720 પિક્સેલ્સ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 Hz છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 180 Hz છે. ફોનના ડિસ્પ્લે પર ફ્રન્ટ કેમેરા માટે પંચ હોલ આપવામાં આવ્યો છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 500 nits છે. ડિવાઇસમાં MediaTek Helio G36 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4 GB રેમ અને 64 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનના સ્ટોરેજને 2 TB સુધી વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો Infinixના આ હેન્ડસેટમાં ડ્યુઅલ કેમેરા માટે ચોરસ આકારનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી અને AI લેન્સ છે, જેમાં અપર્ચર F/1.8 છે. ઉપકરણમાં પાછળના ભાગમાં LED ફ્લેશ મોડ્યુલ પણ છે. હેન્ડસેટમાં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અપર્ચર F/2.0 સાથે છે.

Infinix Smart 8ને પાવર આપવા માટે, 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. Infinix Smart 8માં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને AI ફેસ અનલોક ફીચર આપવામાં આવેલા છે. કનેક્ટિવિટી માટે, આ ફોનમાં Wi-Fi 5, GPS, Bluetooth 5.0, USB Type- C પોર્ટ અને 3.5 mm હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp