વર્ષ 2023નું પહેલું સૂર્ય ગ્રહણ પૂરું, જુઓ વીડિયો અને ફોટોમાં ગ્રહણ

PC: twitter.com/gulf_news

વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહ સમાપ્ત થઈ ગયું છે. તે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું. એ સિવાય ફિલિપિન્સ, ઈન્ડોનેશિયા સહિત ઘણા દેશોમાં લોકોએ સૂર્યગ્રહણનો નજારો જોયો. તે એક કંકણાકૃતિ સૂર્યગ્રહણ હતું, જેને મિશ્રિત સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે.

જ્યોતિષમાં ગ્રહણને અશુભ ઘટનાઓમાં ગણવામાં આવે છે. ગ્રહણ દરમિયાન અને તે અગાઉથી સૂતક કાળ લાગી જાય છે. સૂતક કાળમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને પૂજા પાઠ કરવાનું વર્જિત માનવામાં અવે છે.

આ કારણે આ દરમિયાન શુભ કાર્ય અને પૂજા પાઠ વર્જિત હોય છે, પરંતુ ભારતમાં સૂર્યગ્રહણનો પ્રભાવ ન હોવાને કારણે તેનો સૂતક કાળ પણ લાગ્યો નહોતો. માન્યતા છે કે, સૂર્ય ગ્રહણના સૂર્યને કસ્ટ થાય છે. શાસ્ત્રોમાં ગ્રહણને સારું માનવામાં આવતું નથી.

સૂર્યગ્રહણ જોવા માટે તમે NASAની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. જેનું સ્ટ્રીમિંગ ભારતીય સમય મુજબ 8:00 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. એ સિવાય Timeanddate.com પર જઈને સૂર્યગ્રહણ જોઈ શકો છો. ગ્રહણની લાઈવ સ્ટ્રીમિંગ વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ બંને પર થશે. આ વેબસાઇટ ગ્રહણ જોવા માટે સૌથી વિશ્વસનીય ઓનલાઇન પ્લેટફોર્મ છે.

કેમ થાય છે કે, હાઇબ્રીડ સૂર્યગ્રહણ?

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પૂરું થઈ ચૂક્યું છે. તે ઘણા દેશોમાં નજરે પડ્યું. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ હતું કેમ કે તેના 3 અલગ-અલગ રૂપ (આંશિક, પૂર્ણ અને કુંડળાકાર) નજરે પડી રહ્યો હતો. આંશિક, પૂર્ણ અને કુંડળાકાર સૂર્યગ્રહણનું મિશ્રણ હાઇબ્રીડ સૂર્યગ્રહણ કહેવાય છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે સૂર્યગ્રહણની એવી સ્થિતિ લગભગ 100 વર્ષમાં એક વખત જોવા મળે છે. આંશિક સૂર્યગ્રહણમાં ચંદ્રમા સૂર્યના નાનકડા હિસ્સામાં આવીને તેનો પ્રકાશ બાધિત કરે છે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય વધુ ચમકતો રોશનીની ગોળો બની જાય છે, જેને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. એવી સ્થિતિમાં પૃથ્વીનો એક ભાગ પૂરી રીતે અંધારામાં ડૂબી જાય છે.

ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલા સૂર્યગ્રહણ દેખાયું. ત્યાંથી સૂર્યગ્રહણની કેટલીક તસવીરો આવી છે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે અને પૃથ્વી પર છાંયો નાખે છે. આ અવસ્થામાં તેઓ સૂર્યના પ્રકાશને પૂરી રીતે કે આંશિક રૂપે ઢાંકી લે છે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ મિશ્ર સૂર્યગ્રહણ પણ માનવામાં આવે છે જેમાં ગ્રહણ એક કુંડળાકારના રૂપમાં શરૂ થાય છે, પછી ધીરે-ધીરે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે કેમ કે આ વખત એક જ દિવસમાં 3 પ્રકારનું સૂર્યગ્રહણ દેખાયું, જેને વૈજ્ઞાનિકોએ હાઇબ્રીડ સૂર્યગ્રહનનું નામ આપ્યું છે. તેમાં આંશિક, પૂર્ણ અને કુંડળાકાર સૂર્યગ્રહણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp