ISROના 400 કરોડના મિશનને મળી મોટી સફળતા, L1 પોઈન્ટ પર પહોંચ્યું આદિત્ય

PC: twitter.com

નવા વર્ષે ISROને મોટી સફળતા મળી છે. ભારતની આદિત્ય સેટેલાઇટ L1 પોઈન્ટના હેલો ઓર્બિટમાં ઈન્સર્ટ થઈ ગઈ છે. હવે ભારતના પહેલા સોલાર ઓબ્જર્વેટરીની ધરતીથી અંતર 15 લાખ કિલોમીટર છે. 2 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ થયેલી આદિત્ય-L1ની જર્ની આજે પૂરી થઈ છે અને તે તેના લક્ષ્યાંક સુધી પહોંચી ગયું છે. 400 કરોડ રૂપિયાના ખર્ચનું આ મિશન હવે ભારત સહિત આખી દુનિયાના સેટેલાઇટ્સને સૌર વાવાઝોડાથી બચાવશે.

આદિત્ય-L1નો પ્રવાસ 2 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો. પાંચ મહિના બાદ આજે સાંજે આ સેટેલાઇટ તેના નક્કી કરાયેલા L1 પોઈન્ટ પર પહોંચી ગઈ હતી. આ પોઈન્ટના ચારે તરફ આવેલા સોલાર હેલો ઓર્બિટમાં તૈનાત થઈ ચૂક્યા છે. હેલો ઓર્બિટમાં પ્રવેશવા માટે આદિત્ય-L1 સેટેલાઇટના થ્રસ્ટર્સને થોડા સમય માટે ઓન કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 12 થ્રસ્ટર્સ છે.

હવે આદિત્ય-L1 સૂર્યના અભ્યાસ કરી રહેલા NASAના ચાર અન્ય સેટેલાઇટ્સમાં શામેલ થઈ ચૂક્યું છે. આ સેટેલાઇટ્સમાં  WIND, Advanced Composition Explorer (ACE), Deep Space Climate Observatory (DSCOVER) અને NASA-ESAનું જોઈન્ટ મિશન સોહો એટલે કે સોલાર એન્ડ હેલિયોસ્ફેયરિક ઓબ્જર્વેટરીનો સમાવેશ થાય છે.

આદિત્યને L1 પોઈન્ટ સુધી પહોંચાડવાનું ખૂબ જ પડકારજનક કામ હતું. આમાં ગતિ અને દિશાનો યોગ્ય તાલમેલ જરૂરી હતો. આના માટે ISROનું એ જાણવું જરૂરી હતું કે, તેનું સ્પેસક્રાફ્ટ ક્યા હતું, ક્યાં છે અને ક્યાં જશે. આને આવી રીતે ટ્રેક કરવાની પ્રોસેસને ઓર્બિટ ડિટરમિનેશન કહેવાય છે.

આ મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર નિગાર શાઝીએ કહ્યું હતું કે, આ મિશન ફક્ત સૂર્યની સ્ટડી કરવામાં મદદ નહીં કરે, પણ લગભગ 400 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ સૌર વાવાઝોડાની પણ જાણકારી આપશે, જેનાથી ભારતના હજારો કરોડ રૂપિયાના સેટેલાઇટ્સને સુરક્ષિત કરી શકાશે. જે પણ દેશ આ પ્રકારની મદદ માગશે, તેને પણ મદદ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દેશ માટે ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp