અમેરિકાએ સીરિયા પર ચલાવી આ મિસાઈલ, જેનો કોઈ તોડ નથી

PC: wikimedia.org

ટોમહોક ક્રુઝ મિસાઈલ અમેરિકી શસ્ત્રભંડારમાંના એ અદ્દભૂત હથિયારોમાં સામેલ છે, જેના બળ પર અમેરિકા પોતાની શક્તિ આખી દુનિયામાં બતાવી રહ્યું છે. સ્થિર લક્ષ્યોની સાથે આ મિસાઈલ નાખો અને ભૂલી જાવના સિદ્ધાંત પર કામ કરે છે. ટોમહોક મિસાઈલને બે હજાર કિલોમીટરના અંતરેથી પણ છોડવામાં આવી શકે છે, જેનાથી દુશ્મનને ભારી મુકસાન પહોંચાવી શકાય છે. આ મિસાઈલને જહાજ અને સબમરીનથી પણ છોડવામાં આવી શકે છે.

દરેક મિસાઈલ આશરે એક હજાર કિલોગ્રામ વજનની વિસ્ફોટક સામગ્રી લઈ જવા માટે સક્ષમ છે અને 880 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી લક્ષ્ય તરફ વધે છે કારણ કે આ મિસાઈલ ઓછી ઊંચાઈ પર ચાલે છે, માટે તેની હાજરીને રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ પણ જોઈ શકતા નથી.

ટોમહોક મિસાઈલ 20 ફૂટથી વધુ લંબાઈની હોય છે અને તેમાં ગલોબલ પોઝિશનીંગ સિસ્ટમ(GPS) લગાવેલું હોય છે. તેના લઈને તેને રસ્તામાં વાળી પણ શકાય છે, જો લક્ષ્યનું સ્થાન બદવું હોય તો તેને વાળીને ત્યાં સુધી પહોંચી શકાય છે.

જો લક્ષ્ય સ્થિર હોય તો આ મિસાઈલ સંપુર્ણ રીતે લક્ષ્યને બરબાદ કરી દે છે. અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનના પ્રવક્તા કેપ્ટન જૈફ ડેવિસના કહેવા પ્રમાણે ક્રુઝ મિસાઈલ એરબેઝ પર રહેલા લડાયક વિમાનો, ઠેકાણા, પેટ્રોલિયમ ભંડાર, હથિયાર ભંડારને નષ્ટ કરવામાં સક્ષમ છે. અમેરિકા તેના મિત્ર દેશોને આ મિસાઈલ આશરે 10 કરોડ રૂપિયામાં વેચે છે.

સીરિયાની ભૌગોલિક સ્થિતિ જોવામાં આવે તો ટોમહોક મિસાઈલનો કોઈ તોડ નથી. તેને સબમરીન, બી-52 બોમ્બ ફેંકનાર વિમાનથી 2 હજાર કિમી દૂરથી ફેંકવામાં આવી શકે છે. આ પારંપારિક વિસ્ફોટ સિવાય પરમાણુ વિસ્ફોટ પણ લઈ જઈ શકે છે જે રડારની પકડમાં આવતી નથી. તેનો પહેલી વખત ઉપયોગ ખાડી યુદ્ધ 1991માં કરવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp