આવતા વર્ષે એપલ બંધ કરી શકે છે તેની આ પ્રોડક્ટ, તમારી પાસે તો નથીને તે?

PC: pickr.com.au

એપલના છેલ્લા 12 વર્ષમાં આ પહેલી વખત છે (વર્ષ 2023) જ્યારે કંપનીએ કોઈ પણ નવા iPadને લોન્ચ કર્યું નથી. જો કે, એપલ આગામી વર્ષે નવા મોડલ્સને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ નવી લોન્ચિંગ સાથે એપલ કેટલાક જૂના મોડલ્સને ડીસકન્ટીન્યૂ કરી શકે છે. આ જાણકારી એક મીડિયા રિપોર્ટથી મળી છે. એપલે 10 વર્ષ અગાઉ iPad લાઇનઅપ રજૂ કર્યું હતું. તેમાં 2 મોડલ્સ રજૂ કર્યા હતા, જેમાં એક મોટી ડિવાઇસ હતી અને બીજી નાની ડિવાઇસ.

જૂના મોડલ્સ ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા અને અલગ-અલગ કસ્ટમર માટે નવા-નવા ટેબલેટ લોન્ચ થતા રહ્યા. હવે iPad લાઇનઅપમાં અનેક મોડલ્સ આવી ગયા છે, જેના કારણે ઘણી વખત યુઝર્સને પણ iPad ખરીદવાની પરેશાનોનો સામનો કરવો પડ્યો છે. આજના સમયમાં એપલના 5 મોડલ્સ ઉપસ્થિત છે, તેમાં Pro, Air, Mini, 9મી જનરેશન અને 10મી જનરેશનના પ્રોડક્ટ છે. ઘણા મોડલ્સની સ્ક્રીન સાઇઝ અલગ છે અને કેટલાક ફીચર્સ એક જેવા છે.

એવામાં યુઝર્સને મોટા ભાગે નવા પ્રોડક્ટ ખરીદવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. એ સિવાય ગ્રાહકોને અન્ય ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે iPadની સેલ્સમાં ઘટાડો નોંધાયો છે. એપલ આગામી વર્ષે નવા મોડલ્સ લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, તેમાં સૌથી મોટું ચેલેન્જ M2 chipને Next iPadમાં જોડવાનું છે. રિપોર્ટ્સ મુજબ, એપલ 2 વર્ષ જૂના 9મી જનરેશન મોડલને બંધ કરી શકે છે.

જો કે, 10મી જનરેશન મોડલને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. Next iPad લાઇનઅપ નેક્સ્ટ લંચ કરવામાં આવશે. એ બે સાઇઝમાં લોન્ચ થઈ શકે છે જેમાં એક 11 ઇંચ અને બીજું 12.9 ઇંચ સાઇઝમાં આવશે. સાથે જ અપકમિંગ Pro મોડલ્સમાં M3 ચિપને યુઝ કરવામાં આવશે. 12.9 ઈંચવાળા મોડલમાં OLED સ્ક્રીન મળશે. સાથે જ નવી મેજિક એક્સેસરિઝ મળશે. આ નવા મોડલ્સને સપોર્ટ કરશે. તો iPad Airને પણ બે મોડલ્સમાં રજૂ કરી શકાય છે. જે ગામી વર્ષે દસ્તક દઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp