સરકારે Apple અને Samsung પર ખર્ચ કરી દીધા 4400 કરોડ રૂપિયા, જાણો તેના ફાયદા?

PC: samsung.com

કેન્દ્ર સરકાર તરફથી Apple અને Samsung જેવી કંપનીઓને PLI સ્કીમ હેઠળ 4,400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જો કે, આ પૈસા ટેક કંપનીઓ પર આમ જ લૂંટાવી દીધા નથી. ચાલો આ આર્ટિકલમાં તેની બાબતે વિસ્તારથી જાણીએ કે, તેનાથી સામાન્ય જનતાને શું ફાયદો થશે? સાથે જ PLI સ્કીમ શું છે?

તેનાથી શું થશે ફાયદો?

PLI સ્કીમમાં ભારતમાં સૌથી મોટા પ્રમાણ પર રોજગાર ઉત્પન્ન થશે. સાથે જ ભારતની અર્થવ્યવસ્થાને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, PLI સ્કીમ પર પૈસા આપીને સરકાર તેનાથી વધુ કમાણી કરી રહી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, મોબાઈલ ફોન પર 6 ટકા ઇન્ક્રિમેન્ટ GSTથી છેલ્લા 3 વર્ષમાં ભારત સરકારને 42,897 કરોડ રૂપિયા મળ્યા છે, જે PLI સ્કીમ પર આપવામાં આવેલા પૈસા બરાબર છે. સાથે જ ભારતમાં રોજગાર જનરેટ થયો. સાથે જ અર્થવ્યવસ્થાને બૂસ્ટ મળ્યું છે, એ અલગ.

કોને કેટલા રૂપિયા મળ્યા?

Appleના 3 ઇન્ડિયન કોન્ટ્રાક્ટ મેન્યૂફેક્ચરર્સ ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સાથે જ Samsung અને ઘરેલુ ઇલેક્ટ્રિક કંપની ડિક્સન ટેક્નોલોજીને નાણાકીય વર્ષ 2023માં પ્રોડક્શન લિંક્ડ ઈનિશિએટિવ એટલે કે PLI સ્કીમ હેઠળ ઘરેલુ સ્તર પર સ્માર્ટફોન બનાવવા માટે 4,400 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવી છે. તો શાઓમી સ્માર્ટફોન બનાવનાર કોન્ટ્રાક્ટ સ્માર્ટફોન મેન્યૂફેક્ચરર્સ રાઈઝિંગ સ્ટાર્સે ટારગેટ પૂરો કરવામાં નિષ્ફળતા હાંસલ કરી છે, જેના કારણે તેને PLI સ્કીમનો ફાયદો મળ્યો નથી.

તો ઇન્ડિયન કંપની જેમ કે Lava PLI સ્કીમના ટારગેટ પૂરો કરી શકી નથી, જેના કારણે PLIનો ફાયદો ન મળ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2023માં 5માંથી 4 ગ્લોબલ ફર્મ PLI સ્કીમના ટારગેટને પૂરો કરવામાં સફળ રહી છે. અત્યાર સુધી સરકારે PLI હેઠળ 2,500 કરોડ રૂપિયા આપ્યા છે, જેમાંથી 500 કરોડ રૂપિયા Samsungને પહેલા વર્ષ માટે આપ્યા છે, જ્યારે 1700-2000 કરોડ રૂપિયા Apple અને ડિક્સન ત્રણેયના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે.

PLIના કારણે એપ્રિલથી ડિસેમ્બર 2023 દરમિયાન મોબાઈલ ફોન એક્સપોર્ટ 10.5 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું. ઈન્ડિયા સેલ્યૂર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષના અંતમાં મોબાઈલ ફોનનો નિકાસ 14-15 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp