AIની દુનિયામાં iPhoneની એન્ટ્રી, Apple Intelligenceના ફીચર્સ ઉડાવી દેશે હોશ

PC: wired.com

Apple WWDC 2024 ઇવેન્ટમાં કંપનીએ iOS 18ની જાહેરાત કરી, જે iPhone યુઝર્સની અપકમિંગ સિસ્ટમ છે. તેની મદદથી iPhone યુઝર્સને ઘણા નવા ફીચર્સ જોવા મળશે. એ સિવાય Apple Intelligenceને લોન્ચ કર્યું છે, જે એક નવી પર્સનલ પર્સનલ Intelligence સિસ્ટમ છે. કંપનીએ ChatGPT મેકર OpenAI સાથે પાર્ટનરશિપ કરી છે. એવામાં Appleની વોઇસ આસિસ્ટન્સ Siri હવે ક્લાઉડની મદદ વિના પોતે પણ સિમ્પલ ટાસ્કને પરફોર્મ કરી શકશે. આવો Apple Intelligence બાબતે ડિટેલ્સ જાણીએ.

કંપનીને Apple Intelligenceને લઈને કહ્યું કે, એ પાવર ઓફ જનરેટિવ મોડલ્સ છે, જે પર્સનલ કોન્ટેક્ટ સાથે આવે છે. એવામાં ઓવરઓલ યુઝર એક્સપીરિયન્સને સારું કરશે. આ iPhon, iPad અને Mac માટે પણ કામ કરશે. Apple તરફથી બતાવવામાં આવ્યું કે, ડેટાને લોકલી (ડિવાઇસની અંદર) પ્રોસેસ કરવામાં આવશે. આ સિસ્ટમ એટલી પાવરફૂલ છે કે લોકલી કામ કરીને લેંગ્વેજ અને ઇમેજને ક્રિએટ કરી શકે છે. iOS 18માં પણ બિલ્ટ ઇન ‘Writing Tools’ છે. જે યુઝર્સને ફરી લખવાની વિશેષતા આપે છે.

સાથે જ તેમાં પ્રૂફ રીડ અને ટેક્સ્ટને સમરાઇઝ કરવાનું ઓપ્શન મળે છે. આ ફર્સ્ટ પાર્ટી એપ્સ જેમ કે Mail, Pages, Notes અને થર્ડ પાર્ટી એપ્સને પણ સપોર્ટ કરશે. Appleએ ઇમેજ પ્લેબેકગ્રાઉન્ડને પણ રજૂ કર્યું છે, જે એક ઓન ડિવાઇસ ઇમેજ જનરેટ છે. તે યુઝર્સને 3 સ્ટાઇલમાં ઇમેજ ક્રિએટ કરવાની સુવિધા આપે છે. તેમાં એક એનિમેશન, બીજું Illustration અને Sketchની સુવિધા આપે છે. આ એક સેપરેટ એપના રૂપમાં ઉપલબ્ધ થશે, જેમ Massages છે.

Appleએ ફોટોસ એપને અપડેટ કરી છે, જેમાં યુઝર્સ સિમ્પલનું ડિસ્ક્રિપ્શન ટાઈપ કરીને સ્ટોરીઝને ક્રિએટ કરી શકાશે. કંપનીએ કહ્યું કે, Apple Intelligence પોતાની સ્ટોરીઝ માટે બેસ્ટ પિક્ચર અને વીડિયો સિલેક્ટ કરશે અને ત્યારબાદ એક વીડિયો તૈયાર કરી આપશે. Magic Eraserની જેમ યુઝર્સને એક નવું ફીચર મળશે. તેની મદદથી તે ન્યૂ ક્લીનઅપ ટૂલની મદદથી ડિસ્ટ્રેક્ટેડ કરનારી ઓબ્જેક્ટને રિમૂવ કરી શકશે. Appleના વોઇસ આસિસટેન્સ Siriને પણ થોડી કરવામાં આવી છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp