કંપની કેમ છોડી રહ્યા છે Appleના ટોપ ડિઝાઇનરો?, બદલાઈ ગઈ આખી ટીમ

PC: indianexpress.com

Appleના ઘણી પ્રોડક્ટ્સને લોકો તેની ડિઝાઈન માટે ઓળખે છે. જો કે, Appleની સૌથી પોપ્યુલર ડિવાઇસની ડિઝાઈન તૈયાર કરનારી ટીમ હવે ધીરે ધીરે બદલાઈ રહી છે. Appleની ડિઝાઇનિંગ ટીમથી એક બાદ એક સીનિયર અધિકારી અલગ થઈ રહ્યા છે. કંપનીની કોર ડિઝાઇનિંગ ટીમમાંથી લોકોનો જવાનો સિલસિલો યથાવત છે. હવે આ ટીમાંથી બાર્ટ આન્દ્રે અલગ થયા છે, જે જોની ઇવની ટીમનો હિસ્સો છે. તેઓ ઇવની ટીમના પ્રમુખ હિસ્સો હતા, જેણે Appleના કેટલીક બેસ્ટ લૂકિંગ પ્રોડક્ટ્સને ડિઝાઈન કરી છે. બાર્ટ આન્દ્રેએ 32 વર્ષ સુધી Appleમાં રહ્યા બાદ કંપનીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

આંદ્રેના જવાનું યોગ્ય કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કંપની છોડવાને લઈને ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ બાર્ટ આન્દ્રે કોઈ અન્ય કંપની જોઇન્ટ કરી રહ્યા નથી. તેમણે પોતાના સહકર્મીઓને કહ્યું કે, તેઓ રિટાયર થઈ રહ્યા છે. જો કે, આન્દ્રે અગાઉ પણ ઘણા દિગ્ગજ Appleની ડિઝાઇન્સર્સની ટીમ છોડી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ આન્દ્રે અને કેટલાક ડિઝાઇનર્સ વચ્ચે વિવાદ થયો હતો. આ ડિઝાઇનર્સ નવા સેટઅપ સાથે કામ કરી રહ્યા છે. સીનિયર ડિઝાઇનર્સ બહાર થવાથી કંપની થોડા પૈસાઓની બચત કરી શકશે.

તેનો ઉપયોગ ડિઝાઇનર્સના નવા કોરને બનાવવા કરવામાં આવશે, જે ફ્રેશ આઇડિયા અને ડિઝાઈન પર કામ કરશે. જો કે, Appleએ કેટલાક લોકોને કંપનીમાંથી જતા રોક્યા પણ છે જે ઇવની ટીમનો હિસ્સો હતા. એમ લાગે છે કે કંપની બદલાતા ટ્રેન્ડ્સ અને ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડના હિસાબે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જોની ઇવે પોતે વર્ષ 2019માં Apple છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે પોતાની ફર્મ શરૂ કરી છે જેનું નામ લવ ફોર્મ છે. આ કંપની હાઇ ક્લાસ કાઈન્ટ્સ અને કંપનીઓ સાથે કામ કરી રહી છે.

ઇવ Appleની પ્રોડક્ટ સ્ટ્રેટેજીમાં બદલાવનો કોર પાર્ટ હતા, જ્યારે સ્ટીવ જોબ્સની Appleમાં વાપસી થઈ હતી. વર્ષ 1997માં સ્ટીવ જોબ્સની CEO તરીકે વાપસી થઈ હતી. છેલ્લા કેટલાક રિપોર્ટ્સ એવા પણ આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે જોની ઇવ OpenAI સાથે મળીને એક હાર્ડવેર વિકસિત કરવા પર કામ કરી રહ્યા છે. આ હાર્ડવેર પર ChatGPTનો ઉપયોગ કરી શકાશે. કંપની એક એવી પ્રોડક્ટ ઇચ્છે છે જે હ્યૂમન AI Pin કે Rabbit R1ની જેમ હોય. જો કે, આ બાબતે કોઈ સત્તાવાર જાણકારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp