નવી Thar Roxx આવતા જ જૂની Thar પર આટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ ચાલુ થયું

PC: twitter.com

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગયા ઓગસ્ટમાં મહિન્દ્રા થાર રોક્સ તરીકે નવી 5 ડોર થાર રજૂ કરી હતી અને આ SUVએ આવતાની સાથે જ તેનું આકર્ષણ દર્શાવવાનું શરૂ કર્યું હતું. આ બધાની વચ્ચે મહિન્દ્રા થારના 3 ડોર મોડલ પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોના લાખો રૂપિયાની બચત થશે.

જેમ કે પહેલેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, 5 ડોર મહિન્દ્રા થારની રજૂઆત પછી, 3 ડોર મોડલ પર શું અસર થશે અને શું કંપની તેની કિંમત ઘટાડશે અથવા કોઈ આકર્ષક ઓફર કરશે? આ પ્રશ્નોના કેટલાક જવાબો નવી મહિન્દ્રા થાર રોક્સ રૂ. 12.99 લાખ એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે લોન્ચ થયા પછી જ મળી આવ્યા હતા અને આવી સ્થિતિમાં જૂની થાર ગાડીઓ પર ફાયદો થશે તે નિશ્ચિત હતું. હવે સમાચાર એવા આવી રહ્યા છે કે, આ દિવસોમાં મહિન્દ્રા થાર 3 ડોર મોડલ પર 1.75 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે થાર રોક્સને લઈને દેશભરમાં ભારે ક્રેઝ છે.

હવે સવાલ એ થાય છે કે, મહિન્દ્રા થાર 3 ડોર મોડલ પર કેટલો ફાયદો થઈ શકે છે, તો ચાલો તમને જણાવી દઈએ કે, થારના AX ઓપ્શનલ ડીઝલ મેન્યુઅલ 2 વ્હીલ ડ્રાઈવ (AX OPT ડીઝલ MT 2WD) વેરિઅન્ટ પર સૌથી ઓછો ફાયદો 1.35 રૂપિયા સુધીનો લાભ ગ્રાહકોને મળી શકે છે. જ્યારે, થારની LX પેટ્રોલ ઓટોમેટિક 2-વ્હીલ ડ્રાઇવ (LX પેટ્રોલ AT 2WD), LX પેટ્રોલ મેન્યુઅલ 4-વ્હીલ ડ્રાઇવ (LX Petrol MT 4WD), LX ડીઝલ મેન્યુઅલ 2-વ્હીલ ડ્રાઇવ (LX ડીઝલ MT 2WD), LX ડીઝલ મેન્યુઅલ 4- ડ્રાઇવ (LX ડીઝલ MT 4WD), LX પેટ્રોલ ઓટોમેટિક 4-વ્હીલ ડ્રાઇવ (LX પેટ્રોલ AT 4WD) અને LX ડીઝલ ઓટોમેટિક 4-વ્હીલ ડ્રાઇવ (LX ડીઝલ AT 4WD) જેવા વેરિયન્ટ્સ પર રૂ. 1.75 લાખ સુધીના લાભો ઓફર કરવામાં આવી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, Mahindra Thar 3 ડોર મોડલની એક્સ-શોરૂમ કિંમત 11.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.60 લાખ રૂપિયા સુધી જાય છે. આ SUVમાં 1.5 લિટર ટર્બો ડીઝલ, 2.0 લિટર ટર્બો પેટ્રોલ અને 2.2 લિટર ટર્બો ડીઝલ એન્જિન વિકલ્પો છે, જે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, 3 ડોર થારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, TFT ડિસ્પ્લે સાથેના એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, તમામ બ્લેક કેબિન, ડ્યુઅલ એરબેગ્સ, ABS, એન્ટી થેફ્ટ એલાર્મ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ, સેન્ટ્રલ લોકિંગ અને ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ સહિત અન્ય ઘણી બધી સુવિધાઓ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp