લોન્ચ થઈ ગયું શાનદાર ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર, 165kmpl રેન્જ, જાણો શું છે કિંમત

PC: atherenergy.com

દેશની પ્રમુખ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર Ather અનર્જીએ અંતે ભારતીય બજારમાં પોતાનું પહેલું ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Rizta લોન્ચ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ખાસ કરીને ભારતીય પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. Ather Riztaમાં સેગમેન્ટની સૌથી મોટી સીટ અને 56 લીટરનું સ્ટોરેજ સ્પેશ આપવામાં આવી રહ્યું છે, જેમાં તમે પોતાની જરૂરિયતનો બધો સામાન રાખી શકો છો. કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 1,09,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યું છે.

Ather Riztaમાં કંપનીએ શાનદાર ટેક્નિક અને ફિચર્સનો ઉપયોગ કર્યો છે, જે તેને સેગમેન્ટમાં બાકીઓથી બિલકુલ અલગ બનાવે છે. કંપનીના કો-ફાઉન્ડર અને CEO તરુણ મેહતાનું કહેવું છે કે આ નવું ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર ચાલક અને સહયાત્રીને સારું સીટિંગ સ્પેસ પ્રદાન કરશે. એ સિવાય સ્કૂટર સ્ટોરેજ સ્પેસના મામલે પણ વધુ પ્રેક્ટિકલ છે. Ather Riztaને કંપનીએ બે વરિયન્ટ Rizta S અને Zમાં રજૂ કર્યું છે. તેને 2 અલગ અલગ બેટરી પેક સાથે બજારમાં ઉતારવામાં આવ્યું છે. Ather Rizta Sમાં નાનું બેટરી પેક (2.9 kWh) આપવામાં આવ્યું છે, જે સિંગલ ચાર્જમાં 121 કિમી (105 કિમી ટ્રુ રેન્જ) સુધી રેન્જ આપે છે.

તો Rizta Z મોટી બેટરી પેક (3.7 kWh)નો વિકલ્પ મળે છે, જે સિંગલ ચાર્જમાં 160 કિમી (125 કિમી ટ્રુ રેન્જ) સુધીની સફર કરવામાં સક્ષમ છે. IP67 રેટિંગ સાથે આવનાર આ બેટરી પેકની વોટર વેડિંગ કેપેસિટી 400 મિમી એટલે કે તમે તેને લગભગ દરેક પ્રકારના રોડ કન્ડિશનમાં સરળતાથી ડ્રાઈવ કરી શકો છો. Ather Riztaને એક ફેમિલી સ્કૂટર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જાહેર છે કે કંપનીએ તેને સ્ટોરેજ અને સ્પેસનો સારી રીતે ખ્યાલ રાખ્યો છે. આ સ્કૂટર પર એક સાથે 2 વ્યક્તિઓને બેસ્યા બાદ પણ સીટ પર ખૂબ જગ્યા બચે છે. કંપનીનું કહેવું છે કે તેમાં લાંબા કદના લોકો માટે પણ સારું અને સ્પેશિયસ ફ્લેટબોર્ડ આપવામાં આવ્યું છે. એ સિવાય પાછળ બેસનાર (પિલર રાઈડર્સ) માટે બેક રેસ્ટ સપોર્ટ પણ મળે છે.

સ્ટોરેજ સ્પેસની વાત કરીએ તો તેમાં 22 લીટરનું ફ્રન્ક (ફ્રન્ટ સ્ટોરેજ સ્પેસ) અને 34 લીટરનું બુટ સ્પેસ મળે છે એટલે કે આ સ્કૂટરમાં કુલ 56 લીટરનું બુટ સ્પેસ આપવામાં આવ્યું છેય અંડર સ્ટોરેજમાં કંપનીએ એક નાનું પોકેટ પણ આપ્યું છે, જ્યાં તમે પોતાનું વૉલેટ, ચોખ્ખું કરવાનું કપડું કે પછી કોઈ અન્ય નાની વસ્તુ રાખી શકો છેઓ. Ather Rizta Sમાં કંપનીએ દેશબોર્ડ પર 7.0 ઈંચનું નોન ટચ ડીપવ્યૂ ડિજિટલ ડિસ્પ્લે આપી છે, જે 450Sમાં જોવા મળ્યું છે, જ્યારે Z વેરિયન્ટ 7.0 ઈંચનું TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે જેમ કે 450 X ઇલેક્ટ્રિક સ્કૂટરમાં જોવા મળ્યું.

ટેલિસ્કોપિક ફોર્ક, 12 ઇંચ અલોય ફ્રન્ટ વ્હીલ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેકથી લેસ કૂટરમાં સિક્યોરિટી કવર અને એક રેપરાઉન્ડ LED તેલ લાઇટ પણ આપવામાં આવી છે. હાલમાં જ કંપનીએ આ સ્કૂટરની બેટરીનું એક ડ્રોપ ટેસ્ટ વીડિયો પણ X પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું કે, એક વ્યક્તિ સ્કૂટરમાં ઉપયોગ થતી બેટરીને ઉપરથી નીચે તરફ પાડી દેવામાં આવે છે. હેરાનીની વાત એ છે કે બેટરી એટલી ઊંચાઈથી પડ્યા બાદ પણ એકદમ સુરક્ષિત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp