બજાજે વિશ્વની પ્રથમ CNG બાઇક લોન્ચ કરી, 300 Km રેન્જ, કિંમત છે આટલી

PC: zeebiz.com

છોડો કલ કી બાતેં...આ પેટ્રોલની વાતો. નવા યુગમાં તમામ ગીતો CNGના જ ગવાય છે. આ પંક્તિઓની સાથે, આજે દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ એવું કર્યું છે જે આજ સુધી વિશ્વમાં કોઈએ કર્યું નથી. બજાજ ઓટોએ આજે સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ વેચાણ માટે લોન્ચ કરી છે. આ ઐતિહાસિક મોટરસાઈકલના લોન્ચિંગ સમયે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા, જેમણે તેને ગેમ ચેન્જર ગણાવી હતી. આકર્ષક દેખાવ અને સ્પોર્ટી ડિઝાઇનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 95,000 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

બજાજ ઓટોએ આ બાઇકને કોમ્યુટર સેગમેન્ટમાં લોન્ચ કરી છે. પરંતુ ટીમે આ બાઇકના લુક અને ડિઝાઇન પર શાનદાર કામ કર્યું છે. જ્યારે તમે આ બાઇકને પહેલી નજરમાં જોશો ત્યારે તમારા મનમાં પહેલો પ્રશ્ન આવશે તે છે CNG સિલિન્ડર. આ બાઈકને જોઈને તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો કે કંપનીએ આ બાઈકમાં CNG સિલિન્ડર ક્યાં મૂક્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ તેની પ્રશંસા કરી હતી.

બજાજ ઓટો દાવો કરે છે કે, આ બાઇક સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ (785MM) ધરાવે છે જે આગળના ભાગમાં ફ્યુઅલ ટાંકીને ઘણી હદ સુધી આવરી લે છે. આ સીટ નીચે CNG ટાંકી મૂકવામાં આવી છે. આમાં લીલો રંગ CNG અને નારંગી રંગ પેટ્રોલનું પ્રતિનિધિત્વ કરે છે. આ બાઈકને એક મજબૂત ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવી છે જે ન માત્ર બાઇકને હલકી બનાવે છે, પરંતુ તેને મજબૂત પણ બનાવે છે. કંપનીનું કહેવું છે કે, આ બાઇકે ઇન્ડસ્ટ્રીના 11 અલગ-અલગ ટેસ્ટ પાસ કર્યા છે, જે તેને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવે છે. આ બાઇકને આગળથી, બાજુથી, ઉપરથી અને ત્યાં સીધી કે ટ્રકની નીચે કચડીને પણ ટેસ્ટ કરવામાં આવી છે.

બજાજ ફ્રીડમ, વિશ્વની પ્રથમ CNG બાઇકમાં, કંપનીએ 125cc ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 9.5PSનો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં કંપનીએ 2 લીટર પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક અને 2 કિલો ક્ષમતાની CNG ટેન્ક આપી છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક સંપૂર્ણ ટાંકીમાં (પેટ્રોલ + CNG) 300 Km સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

કંપનીએ બજાજ ફ્રીડમને કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. જે ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક બ્રેકિંગ સિસ્ટમ બંને સાથે આવે છે. આ બાઇક કુલ 7 રંગોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં કેરેબિયન બ્લુ, ઇબોની બ્લેક-ગ્રે, પ્યુટર ગ્રે-બ્લેક, રેસિંગ રેડ, સાયબર વ્હાઇટ, પ્યુટર ગ્રે-યેલો, ઇબોની બ્લેક-રેડ કલર્સનો સમાવેશ થાય છે.

બજાજ ફ્રીડમ ડ્રમ-રૂ. 95,000-કિંમત (એક્સ-શોરૂમ), બજાજ ફ્રીડમ ડ્રમ LED-રૂ. 1,05,000-કિંમત (એક્સ-શોરૂમ), બજાજ ફ્રીડમ ડિસ્ક LED-રૂ. 1,10,000-કિંમત (એક્સ-શોરૂમ).

બજાજ ઓટોનો દાવો છે કે, આ બાઇકની રનિંગ કોસ્ટ કોઈપણ પેટ્રોલ મોડલ કરતા ઘણી ઓછી છે. દૈનિક ઉપયોગ દરમિયાન તેના ઓપરેશન ખર્ચમાં આશરે 50 ટકાનો ઘટાડો થશે. આ રીતે, વાહન માલિક આ બાઇકનો ઉપયોગ કરીને આગામી 5 વર્ષમાં અંદાજે રૂ. 75,000 બચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp