બજાજ પલ્સર 220મા ટ્રેક્ટરનું પૈડું લગાવીને બાઈક દોડાવી રહેલા યુવકનો વીડિયો વાયરલ

કેટલાક લોકો અજીબોગરીબ શોખ રાખતા હોય છે, તેમા કેટલાક લોકોને જૂની વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હોય છે, તો કેટલાકને નવી નવી કાર, બાઈકોનો શોખ હોય છે. તો કેટલાકને ઇનોવેટિવ વસ્તુઓ બનાવવાનો શોખ હોય છે. તેઓ પહેલાંની વસ્તુમાં કંઈક નવું ઉમેરીને વસ્તુને અલગ જ રીતે ઢાળે છે. તેને જોઈને આપણે પણ નવાઈ પામી જતા હોઈએ છીએ.

ભારત સહિત આખા વિશ્વના યુવાઓમાં મોટરસાઈકલ મોડિફિકેશનનો એક અલગ જ ક્રેઝ છે. જોકે દેશમાં એમ કરવું ગેરકાયદેસર છે, પરંતુ કેટલાક લોકો આ વાતની ચિંતા કર્યા વિના પોતાની બાઇક મોડિફાઈ કરાવી દે છે. જોકે કેટલીક ગાડીઓ પોતાના મોડિફિકેશન બાદ વધુ સુંદર લાગે છે, તો કેટલીક ગાડીઓ મોડિફાઈ કરતાં જ ખૂબ જ વિચિત્ર નજરે પડે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર બજાજ પલ્સર 220નો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને કહેવામાં આવી રહ્યું છે કે આ અજીબ રીતેનું ગાંડપણ છે કે ક્રેઝ. ઉલ્લેખનીય છે કે આ પલ્સર 220ના માલિકે આગળના પૈડાને રિપ્લેસ કરીને તેમાં ટ્રેક્ટરનું પૈડું લગાવી રાખ્યું છે, જેના કારણે બાઈક કંઈક અજીબોગરીબ દેખાઈ રહી છે.

ફ્રન્ટમાં ટ્રેક્ટરનું ટાયર હોવાના કારણે ગાડીમાંથી સસ્પેન્શનને પણ હટાવવું પડ્યુ છે. ટ્રેક્ટરના આ પૈડાને બાઈકના ફ્રન્ટમાં લગાવવા માટે તેને પણ બાઈકના આધાર પર ઢાળવામાં આવ્યું છે, જેથી ટાયર આગળ તરફ સરળતાથી ફિટ થઈ શકે. તેના માટે એક સિસ્ટમ હબ બનાવવામાં આવ્યું અને પછી બાઈકમાં લગાવવામાં આવ્યું. બાઈકના ફ્રન્ટ ટાયરમાં કોઈ બ્રેક નથી. જોકે ટ્રેક્ટરના ટાયરની સાઈઝ શું છે તેની બાબતે કોઈ જાણકારી નથી, પરંતુ એક વાત નિશ્વિત રૂપે કહી શકાય કે આ પલ્સર 220નું અત્યાર સુધીનું સૌથી મોટું ટાયર હશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાવા મળી રહ્યું છે કે બાઇક સવાર યુવક તેને રોડ પર સરળતાથી ચલાવી રહ્યો છે. એટલું જ નહીં ખાડા ખાબોચિયાવાળા રોડ પર પણ તે સમુદલી ચાલતી નજરે પડે છે. જોકે ફ્રન્ટમાં મોટું ટાયર હોવાના કારણે બાઇકને ટર્ન પર વાળવું સરળ કામ નથી. તમને જણાવી દઈએ કે બજાજ કંપનીની સૌથી વધારે વેચાતી બાઈક પલ્સર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp