ભારતમાં iPhone બનવાથી શું ફાયદા? જાણો 5 પોઈન્ટમાં

PC: apple.com

એપ્પલે ભારતમાં પોતાના iPhoneની મેન્યૂફેક્ચરિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. iPhoneની મેન્યૂફેક્ચરિંગ એપ્પલની પાર્ટનર ફોક્સકોનના પ્લાન્ટમાં કરવામાં આવી રહી છે. આ કંપની ચેન્નાઈ પાસે સ્થિત છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ એપ્પલનું આ પગલું દુનિયાના બીજા સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં અમેરિકી સ્માર્ટફોનની જડો જમાવવા અને તેની જવાબદારી વધારવામાં સફળ થશે. એપ્પલ ફોક્સકોન અને વિસ્ટ્રોન દ્વારા ભારતમાં વેચાતા બધા ટોચના મોડલ બનાવે છે.

ભારતમાં iPhone બનવાથી શું ફાયદો થશે? ચાલો તો આ આર્ટિકલમાં iPhone ભારતમાં બનવાના 5 ફાયદા બાબતે જાણીએ.

  1. મેડ ઇન ઇન્ડિયાનું લેબલ:

સ્ટોરના કર્મચારીએ જણાવ્યું કે મોટા ભાગના ગ્રાહક એપ્પલના ફોન પર ‘મેડ ઇન ચાઈના’ જોઈને ખચકાય છે. ભારતમાં મેન્યૂફેક્ચરિંગ થવાથી ‘મેડ ઇન ઈન્ડિયા’નું લેબલ લાગશે જેથી તેના વેચાણમાં સરળતા હશે. ઘણા ફોનમાં મેડ ઇન ચાઈના લખેલું હોય છે અને તે ઍસેમ્બલ પણ થાય છે. તેનાથી ઘણા ગ્રાહક તેને ખરીદવામાં આનાકાની કરે છે. ભારતની બ્રેન્ડ હોવાથી સેલમાં વધારો થશે.

  1. વહેલી તકે માર્કેટમાં ઉપલબ્ધ થશે:

સ્ટોરના કર્મચારીના જણાવ્યા મુજબ એપ્પલની મેન્યૂફેક્ચરિંગ ઇન્ડિયામાં થવાથી ગ્રાહકના હિસાબે ફાયદો થશે. ઇન્ડિયન માર્કેટમાં કંપનીના લેટેસ્ટ મોડલ અને સ્માર્ટફોન વહેલી તકે ઉપલબ્ધ થશે. અત્યારે ઘણા સ્માર્ટફોનની શિપિંગમાં સમય લાગી જાય છે. તો કેટલાક iPhone આઉટ ઓફ સ્ટોક રહે છે. કલરની અવેલિબિલિટી પણ ઓછી થાય છે. જો કોઈ કસ્ટમર અનઅવેલેબલ સ્માર્ટફોનનો ઓર્ડર કરે છે તો તેમાં 10-15 દિવસ લાગી જાય છે. આશા છે કે ભારતમાં મેન્યૂફેક્ચરિંગ થવાથી સ્માર્ટફોન ઉપલબ્ધ થવાનો સમય ઓછો થશે.

  1. એપ્પલના સ્માર્ટફોન પ્રોડક્શનથી નિશ્ચિત રૂપે જોબ વધશે.

ડિઝાઇનર, સાયન્ટિસ્ટ, મેન્યૂફેક્ચરિંગ, રિટેઇલ, કસ્ટમર સ્પોર્ટ, માર્કેટિંગ, હાર્ડવેર અને સોફ્ટવેરમાં નવી જોબ્સ આવશે. ગયા વર્ષે એપ્પલે કહ્યું હતું કે કંપનીએ ભારતમાં પોતાના કર્મચારીઓ, IOS એપ ડેવલપર્સ, વર્કર્સ અને સપ્લાયર્સ સહિત લગભગ 10 લાખ જોબ્સને સપોર્ટ કર્યું. એપ્પલે ગયા વર્ષે માત્ર સપ્લાઈ ચેનમાં 20 હજાર જોબ્સનો દાવો કર્યો હતો. જાહેર છે કે જોબ્સ વધવાથી અહીં એન્જિનિયર્સનું ટેલેન્ટ પણ દેશમાં કામ કરવાનું પસંદ કરશે. તેનાથી કેટલીક હદ સુધી સારી નોકરીની શોધમાં વિદેશ જનાર યુવા દેશમાં જ રોકાઈ શકશે.

  1. ઈન્ડિયાની ટેક્નોલોજી પર ભરોસો:

દેશમાં એપ્પલની મેન્યૂફેક્ચરિંગ થવાથી દુનિયાભરની ટેક કંપનીઓનો ઇન્ડિયન પ્રોડક્શન પર ભરોસો વધશે. લગભગ 2 વર્ષ અગાઉ અમેરિકાની દિગ્ગજ કંપની એપ્પલ, દક્ષિણ કોરિયન કંપની સેમસંગ અને 5 ઘરેલુ કંપનીઓ સહિત 16 કંપનીઓને સરકારે પોતાના 41 હજાર કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ (PLI) યોજના માટે પસંદ કરી હતી. આ યોજનાનું ઉદ્દેશ્ય ભારતને મોબાઈલ મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવાનું છે. સરકારનું માનવું છે કે આગામી 5 વર્ષમાં PLI યોજના હેઠળ કંપનીઓ પાસે કુલ ઉત્પાદન 10.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની આશા છે. કંપનીઓ પાસે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવાની પણ આશા છે.

  1. શું કોસ્ટ ઓછી થશે?

આ સવાલના જવાબમાં સ્ટોર કર્મચારીનું માનવું છે કે મેન્યૂફેક્ચરિંગ બાદ શિપિંગ ચાર્જ ઓછો થઈ શકે છે. સ્ટોર અને કંપની થોડું ડિસ્કાઉન્ટ લાવી શકે છે. iPhoneની કિંમત પર 5-7 હજાર રૂપિયા સુધીનો ફરક પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp