ભાવિશ અગ્રવાલે લોન્ચ કર્યું પોતાનું ઇન હાઉસ નેવિગેશન મેપ OLA Maps
દેશની પ્રમુખ એગ્રીગેટર OLAએ આજે પોતાના માટે નવો OLA Maps લોન્ચ કર્યો છે. કંપનીએ ગૂગલ મેપ્સનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે અને તેની જગ્યાએ પોતે બનાવેલો OLA Maps શરૂ કર્યો છે. આ વાતની જાહેરાત કંપનીના ફાઉન્ડર ભવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વીટર) પર કરી છે. કંપનીએ પૂરી રીતે ગૂગલ મેપ છોડીને હવે નવા બનાવેલા OLA Maps પર શિફ્ટ કરી લીધું છે. આ કંપનીની પોતાની ઇન હાઉસ મેપ સર્વિસ છે.
ભવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, ગયા મહિને Azureથી બહાર નીકળ્યા બાદ હવે અમે ગૂગલ મેપ્સથી પૂરી રીતે બહાર નીકળી ચૂક્યા છીએ. અમે વાર્ષિક 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરતા હતા, પરંતુ અમે આ મહિને પૂરી રીતે ઇન હાઉસ OLA Maps પર જઈને તેને 0 કરી દીધો છે. પોતાની Ola એપ ચક કરો અને જરૂરિયાત પડવા પર અપડેટ કરો. ભવિશ અગ્રવાલે પોતાની એક પોસ્ટમાં કહ્યું કે, જે લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે અમે OLA Mapsમાં શું બનાવ્યું છે અને અમે ઓપન સોર્સ કમ્યૂનિટીથી શું લાભ ઉઠાવ્યો, તેના માટે આ અઠવાડિયામાં એક ડિટેલ્ડ ટેક્નિકલ બ્લોગ પબ્લિશ કરવામાં આવશે. આશા છે કે તમે બધા તેને વાંચીને આનંદ લેશો.
After Azure exit last month, we’ve now fully exited google maps. We used to spend ₹100 cr a year but we’ve made that 0 this month by moving completely to our in house Ola maps! Check your Ola app and update if needed 😉
— Bhavish Aggarwal (@bhash) July 5, 2024
Also, Ola maps API available on @Krutrim cloud! Many more… pic.twitter.com/wYj1Q1YohO
કંપની OLA Mapsમાં સ્ટ્રીટ વ્યૂ, ન્યૂરલ રેડિએન્સ ફીલ્ડ્સ (NERFs), ઇનડોર ઇમેજ, 3D મેપ્સ અને ડ્રોન મેપ્સ જેવી સુવિધાઓ જોડાવા પર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, સહયોગી ફર્મ ક્રુટ્રીમ AI દ્વારા પ્રદાન કરવામાં આવતી ક્લાઉડ સેવાઓમાં OLA Maps માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) પણ હશે. API એક પ્રકારનું સોફ્ટવેર ઈન્ટરફેસ છે, જેનો ઉપયોગ 2 કે 2 થી વધુ કમ્પ્યુટર પ્રોગ્રામ કે કમ્પોનેન્ટ્સ એક બીજાથી કમ્યૂનિકેશન કરવા માટે કરે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ OLAએ પોતાના IT વર્કલોડને માક્રોસોફ્ટને એજ્યોર સાથે ક્રુટ્રીમના ક્લાઉડ પર શિફ્ટ કર્યું હતું. ત્યારબાદ OLAએ આ પગલું ઉઠાવ્યું છે. હવે કંપનીના કેબ્સમાં ઇન હાઉસ OLA Mapsનો ઉપયોગ કરવામાં આવશે. ક્રુટ્રીમ ક્લાઉડ પોતાના AI કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પર GPU સર્વિસ પ્રદાન કરે છે, જેથી એન્ટરપ્રાઈઝિસ અને ડેવલપર્સ પોતાના મોડલને ટ્રેનિંગ આપીને તેને વધુ સારું બનાવી શકે છે. 22 મેના રોજ અગ્રવાલે પોસ્ટ કરી કે OLAએ એક અઠવાડિયાની અંદર પોતાનો કાર્યભાર Azureથી હટાવી લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp