ગુજરાતથી અભ્યાસ કરનાર રૂચિર દવેને Appleમાં મોટું પદ

PC: twitter.com

રૂચિર દવે એપલ ઓડિયો વિભાગના નવા બોસ બનવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપલમાં ફેરફાર થઈ શકે છે. રૂચિર દવે ગુજરાતમાંથી ભણ્યા છે અને હવે તેઓ એપલમાં મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે અને તેઓ ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. તેઓ શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જ્યાં તેમણે 1982થી 1994 સુધી અભ્યાસ કર્યો હતો.

એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં, રુચિર દવે એપલના એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. તે લગભગ 14 વર્ષથી Appleમાં કામ કરી રહ્યો છે. રૂચિર દવે ટૂંક સમયમાં ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. રૂચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયા છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

રુચિર દવેના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે, તેઓ લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે. તેઓ વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. અહીં તે એકોસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતા હતા. આ પછી, તેમને વર્ષ 2012માં મેનેજર સ્તર પર બઢતી આપવામાં આવી હતી. વર્ષ 2021માં તેમને વરિષ્ઠ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. Apple પહેલા, તેણે લગભગ 10 વર્ષ Ciscoમાં કામ કર્યું.

તેમના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે, તેઓ શારદા મંદિર, અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982થી 1994 સુધી અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા. આ પછી તેઓ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયા હતા.

મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ માહિતી રુચિર દવેને ઓળખનારા લોકોએ આપી છે. જો કે, આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે, જેના કારણે તેઓએ તેમની ઓળખ છુપાવી રાખવા માટે કહ્યું. કંપનીએ હજુ સુધી આની સત્તાવાર જાહેરાત કરી નથી.

Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા પર પણ કામ કરે છે. આ ટીમ સ્પેશિયલ ઑડિયો જેવી સૉફ્ટવેર સુવિધાઓ પર પણ કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp