ના કેસ, ના કાર્ડ, 'હાથના જાદુથી મોલ અને દુકાનમાં પેમેન્ટ કરે છે આ વ્યક્તિ'
બ્રિટન અને પોલેન્ડની કંપની Walletmorએ ગત વર્ષે એક મોટો દાવો કર્યો હતો, આ દાવો ઘણો રોમાંચક હતો. આ કંપનીએ ત્યારે કહ્યું હતું તે ઇમ્પ્લાન્ટેબલ પેમેન્ટ ચિપ્સ (Implantable Payment Chips) બનાવવા વાળી પહેલી કંપની હશે, જે તેનું વેચાણ કરશે. હવે આ કંપની 500 આવી ખાસ ચિપ વેચી ચુકી છે.
જો કે આ ખાસ ચિપથી તમે બેન્કિંગ કાર્ડનો ઉપયોગ કર્યા વગર પોતાના 'હાથ'થી પેમેન્ટ કરી શકો છો. સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો તમારો હાથ એક બેન્કિંગ કાર્ડ, ક્રેડિટ કાર્ડ/ડેબીટ કાર્ડની જેમ કામ કરશે. હાથને તમે કોન્ટેક્ટલેસ સ્વેપ મશીનની પાસે લઇ જાવ અને બિલનું પેમેન્ટ કરી નાખો. અટેલે કે મોલથી લઈને દુકાન સુધી કોઈ પણ સ્થળે તમારા હાથથી પેમેન્ટ થઇ શકે છે.
BBCના એક રીપોર્ટ મુજબ, આ Walletmor ચિપનું વજન એક ગ્રામથી પણ ઓછું છે. આ એક ચોખાના દાણાથી થોડીક જ મોટી છે. આ ચિપનો ઉપયોગ કરનાર પૈટ્રિક પાઉમૈન જયારે પણ કોઈ દુકાન અથવા રેસ્ટોરન્ટમાં બિલનું પેમેન્ટ કરે છે ત્યારે ત્યાં લોકો જોતા રહી જાય છે.
કારણકે તે પોતાના હાથને કોન્ટેક્ટલેસ મશીન પાસે લઇ જાય છે અને પેમેન્ટ થઇ જાય છે. પૈટ્રિક મૂળ નેધરલેન્ડનો રહેવાસી છે અને તે એક સિક્યુરિટી ગાર્ડ છે. તે વર્ષ 2019થી આવું કરી રહ્યો છે, ત્યારે તેની અંદર ઓપરેશન કરીને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માઇક્રોચિપ લગાવવામાં આવી હતી. પૈટ્રિક કહે છે કે ચિપ લગાવ્યા પછી તેને કોઈ તકલીફ નથી પડી.
વર્ષ 1998માં લગાવવામાં આવી હતી પહેલી ચિપ
CNNના એક રિપોર્ટ મુજબ, મનુષ્યમાં પહેલીવાર માઈક્રોચિપ 24 ઓગસ્ટ 1998ના દિવસે લગાવવામાં આવી હતી. આ માઈક્રોચિપ ડૉ જોર્જ બોઉલસે પ્રોફેસર કેવિન વારવિકને લગાવી હતી. પરંતુ છેલ્લા એક દાયકામાં આ ટેકનીક વ્યવસાયિક ધોરણે ઉપલબ્ધ છે.
કેટલી સુરક્ષિત છે આ ટેકનીક
Walletmorના ચીફ એક્ઝિક્યુટિવ અને ફાઉન્ડર Wojtek Paprota કહે છે કે, આ ઈમ્પ્લાન્ટ પછી તમે કૉફી, ગ્રોસરી સ્ટોર, ડ્રીન્કસ, હેર કટિંગનું બિલ દુનિયાના કોઈ પણ મોટા શહેરમાં ચૂકવી શકો છો.
આ તે તમામ જગ્યા પર થઇ શકે છે, જ્યાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ સ્વીકાર કરવામાં આવતું હોય. Wojtek Paprota એ પણ કહ્યું કે આ ટેકનીક તમામ રીતે સુરક્ષિત છે. જેવું ઈમ્પ્લાન્ટ થાય છે, કે તરત જ આ ટેકનીક પોતાનું કામ કરવાનું શરુ કરી દે છે. આ ટેકનીક માટે કોઈ પણ પ્રકારની બેટરી, કોઈ બીજા પાવર સોર્સની જરૂર નથી પડતી. કંપનીએ કહ્યું કે, હમણાં સુધીમાં 500થી વધુ ચિપ વેચવામાં આવી ચુકી છે.
સર્વે હતો ચોંકાવનારો
ઘણા લોકોને શરીરમાં ચિપનો આઈડિયા રોમાંચિત કરી શકે છે, પરંતુ 2021માં બ્રિટન અને યુરોપિયન યુનિયન પર એક સર્વે થયો હતો. જેમાં 4000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ 51 ટકા લોકોએ આ કરાવવા માટે હા કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp