boAt Lunar Pro LTE સ્માર્ટવોચ લોન્ચ, ફોન વિના થશે વાતચીત, ચાલશે GPS, જાણો કિંમત

PC: support.boat-lifestyle.com

દેશી કંપની boAtએ પોતાનું નવું ડિવાઇસ લોન્ચ કર્યું છે. કંપનીએ થોડા સમય અગાઉ જ LTE સપોર્ટ અગાઉ પોતાની પહેલી સ્માર્ટવોચ ઈન્ટ્રોડ્યુસ કરી હતી. હવે બ્રાન્ડે આ સ્માર્ટવૉચને લોન્ચ કરી દીધી છે. boAt Lunar Pro LTEને કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરી હતી. જો કે, કંપનીએ તેની કિંમતની જાણકારી આપી નહોતી. આ સ્માર્ટવૉચ AMOLED ડિસ્પ્લે, e-SIM કોલિંગ સપોર્ટ, બિલ્ટ ઇન GPS અને બીજા ફીચર્સ સાથે આવે છે. કંપનીએ તેને બે કલર ઑપ્શનમાં લોન્ચ કરી છે. આવો તો જાણીએ boAt Lunar Pro LTEની કિંમત અને વિગત.

boAtની લેટેસ્ટ સ્માર્ટવૉચને તમે સ્પેશિયલ લોન્ચ પ્રાઇઝ પર ખરીદી શકશો. આ વોચ 9,999 રૂપિયાની કિંમત પર ફ્લિપકાર્ટ અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેને તમે બે કલર ઓપ્શન બ્લેક અને બ્રાઉનમાં ખરીદી શકો છો. boAt Lunar Pro LTE સાથે નવો Jio SIM લેવા પર યુઝર્સને સ્પેશિયલ ઓફર મળશે. કંપની 399 રૂપિયાનો જિયો પ્લાન કમ્પલિમેન્ટ્રી આપી રહી છે. આ પ્લાન 3 મહિનાની વેલિડિટી સાથે આવે છે.

શું છે સ્પેસિફિકેશન્સ?

boAt Lunar Pro LTEમાં 1.39 ઈંચની ઓલવેઝ નોન AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. બીજી સ્માર્ટવૉચિસની જેમ તેમાં પણ તમને કસ્ટમાઈઝ વોચ ફેસનું ઓપ્શન મળશે. યુઝર્સ તેનો ઉપયોગ કરીને વોચ ડિસ્પ્લેને પોતાના હિસાબે કસ્ટમાઈઝ કરી શકશે. આ કંપનીની પહેલી વોચ છે જે LTE સપોર્ટ સાથે આવે છે. તમને તેમાં e-SIMનો સપોર્ટ મળશે. સાથે જ વૉચમાં ઇન બિલ્ટ GPS આપવામાં આવ્યું છે, જેનો ફાયદો ઉઠાવીને લોકેશન ટ્રેકિંગ કરી શકાશે.

boAt Lunar Pro LTEમાં તમને બ્લૂટૂથ કૉલિંગની સુવિધા મળે જ છે. સાથે જ તમને એપ્સની નોટિફિકેશન પણ મળશે. તેમાં હાર્ટ રેટ ટ્રેકિંગ, SpO2 મોનિટરિંગ અને અન્ય બીજા ફીચર્સ મળે છે. સ્માર્ટવૉચ 100 કરતા વધુ સ્પોર્ટ્સ મોડ સાથે આવે છે. આ સ્માર્ટવૉચ IP68 રેટિંગ સાથે આવે છે કંપનીનો દાવો છે કે boAt Lunar Pro LTEને સિંગલ ચાર્જમાં 7 દિવસ સુધી યુઝ કરી શકાય છે તો e-SIM અને કોલિંગ મોડ એક્ટિવેટ રહેવા પર તમે 2 દિવસ સુધી જ યુઝ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp