આ કંપનીએ લોન્ચ કરી નવી હાઇબ્રીડ કાર, 1 લીટરમાં 35 કિમીની આપશે એવરેજ, કિંમત જાણો

PC: byd.com

ચીનની BYD આ સમયે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક ફોર વ્હીલર કંપની બની ચૂકી છે. હવે કંપનીએ પોતાની એક ઇવેન્ટમાં BYD Qin L DM-i અને સીલ 06 DM-iને લોન્ચ કરી છે. બંને સિડાન એક જ પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. BYD Qin L DM-i 5 ટ્રીમમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 99,800 યુઆન (લગભગ 11.50 લાખ રૂપિયા)થી લઈને 1,39,800 યુઆન (લગભગ 16.10 લાખ રૂપિયા) સુધી છે. સીલ 06 DM-Iની કિંમત પણ આ જ પ્રકારે છે, પરંતુ તેના ટ્રીમને અલગ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે પેટ્રોલ હાઇબ્રીડ સિડાન છે, જેની એવરેજ 35 કિમી પ્રતિ લીટર છે.

નવી DYD સિડાનની કિંમતો:

DM-i લીડિંગ 88 kmની કિંમત 99,800 યુઆન (11.50 લાખ) છે, તો DM-i ટ્રાંન્સેન્ડેન્સ 80 kmની કિંમત 1,09,800 યુઆન (12.65 લાખ), DM-i લીડિંગ  120 kmની કિંમત 1,19,800 યુઆન (13.80 લાખ), DM-i ટ્રાંન્સેન્ડેન્સ 120 kmની કિંમત 1,29,800 (14.95 લાખ) રૂપિયા છે. DM-i એક્સિલેન્સ 120 kmની કિંમત 1,39,800 યુઆન (16.10 લાખ) છે.

આ સિડાનના ડાયમેન્શનની વાત કરીએ તો Qin L DM-i 4,830Mm લાંબી, 1900mm પહોળી અને 1495mm ઊંચી છે. તેનું વ્હીલબેઝ 2790mm છે. સીલ 06 DM-iનું ડાયમેન્શન પણ એવું જ છે. બંને કારોમાં એક જ સસ્પેન્સન સેટઅપ છે. તેમાં આગળ તરફ મેકફર્સન સસ્પેન્શન છે. જ્યારે પાછળના વ્હીલને નવા E ટાઇપ ફોર લિંક ઇન્ડિપેનડેન્ટ સસ્પેન્શનનો સ્પોર્ટ અપાવામાં આવ્યો છે. ઇન્ટિરિયરની વાત કરીએ તો BYD Qin L DM-i ચીની લેન્ડસ્કેપ પેઇન્ટિંગ થીમથી ઇન્સ્પાયર્ડ છે.

તેમાં 8.8 ઈંચની LCD ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને એક રોટેડ 15.6 ઈંચનું ટચ સ્ક્રીન ઇન્ફૉતટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે. BYD Qin L DM-iમાં ઓટોમેટિક એર કન્ડિશનિંગ, મોબાઈલ ફોન NFCની ETC, 6 એરબેગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ઓછામાં ઓછા 6 સ્પીકર આપવામાં આવ્યા છે. હાઇ સ્પેક વેરિયન્ટમાં ડીપાયલટ L2 ડ્રાઇવિંગ આસિસટેન્સ સિસ્ટમ, એક પેનોરમિક સનરૂફ, ડેશકેમ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ પસેન્જર સીટ, હીટેડ અને વેન્ટિલેટેડ સીટો, 18 ઇંચ અલોય અને 8 સ્પીકરવાળી સાઉન્ડ સિસ્ટમ મળે છે.

આ સિડાનમાં PHEV પાવરટ્રેનમાં 1.5 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. જે 100 PS અને 126 Nm ડિલિવર કરે છે. લોઅર સ્પેક વેરિયન્ટમાં ICE એંજિનને 10.08 kWh બેટરી પેક સાથે જોડવામાં આવ્યું છે, જે 163 PS ઇલેક્ટ્રિક મોટરને પાવર સપ્લાઈ કરે છે. ટોર્ક આઉટપૂટ 210 Nm છે. લોઅર વેરિયન્ટની ઓલ ઇલેક્ટ્રિક રેન્જ 80 કીમી (CLTC) છે. ફ્યુબલ એફિસિયન્સી વધારવા માટે તેમાં AI બેઝ્ડ એનર્જી કંજપ્શન મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. NEDC મોડમાં Qin Lની ફ્યૂલ એફિસિયન્સી 2.9 l/100 km (35 kmpl) અને CLTC મોડમાં 10.7 kWh/100 km છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp