એક્સિડેન્ટની સારવાર ‘કૈશલેસ’ થશે, જાણો શું છે સરકારનો મહા પ્લાન

PC: deccanherald.com

એફઆઈસીસીઆઈની એક રિપોર્ટ અનુસાર, રોડ અકસ્માતમાં દર વર્ષે 15 લાખ લોકોના મોત થઇ જાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સૌથી વધારે રોડ અકસ્માત થાય છે. યુરોપીય દેશ એસ્ટોનિયાની જનસંખ્યાના બરાબર દર વર્ષે આપણા દેશમાં રોડ અકસ્માત થાય છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સમયસર સારવાર ન મળવાને કારણે તેમના મોત થઇ જાય છે. પણ હવે મોદી સરકાર આનાથી જોડાયેલ એક ગેમચેંજર સ્કીમ લાવવાની તૈયારીમાં છે.

રોડ અકસ્માતમાં થનારી મોતોને રોકવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. દેશભરમાં રસ્તાઓની જાળ જે પ્રકારે વધી છે, તેવી જ રીતે રોડ અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પણ હવે રોડ અકસ્માતમાં પીડિતોની સારવાર માટે કૈશલેસ ચિકિત્સા વ્યવસ્થા શરૂ કરવાની કવાયત થઇ રહી છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય(MoRTH) આવનારા 3-4 મહિનામાં દેશભરમાં રોડ અકસ્માતના પીડિતો માટે કૈશલેસ ટ્રીટમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ યોજના નવા સંશોધિત મોટર વ્હીકલ એક્ટ 2019નો ભાગ રહેશે. જોકે અમુક રાજ્યો પહેલાથી જ કૈશલેસ સારવારની યોજના લાગૂ કરી ચૂક્યા છે. પણ અપડેટ બાદ આ દેશભરમાં લાગૂ થઇ જશે.

આ જાહેરાત દિલ્હીમાં આયોજિત 3 દિવસીય ગ્લોબલ રોડ સેફ્ટી ઈનિશ્યેટિવમાં કરવામાં આવી. જેનું આયોજન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાફિક એજ્યુકેશને MoRTHની સાથે પાર્ટનરશિપમાં કર્યું હતું. MoRTHના સચિવ અનુરાગ જૈને કહ્યું કે, કૈશલેસ ટ્રીટમેન્ટને મોટર વ્હિકલ એક્ટ દ્વારા પરિભાષિત ગોલ્ડન ઓવર રોડ એક્સીડેંટ પીડિતો માટે પણ વધારવામાં આવશે.

તેમણે કહ્યું કે, ભારતમાં રોડ અકસ્માતથી થનારી મોતોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. 2030 સુધીમાં અકસ્માતોને 50 ટકા ઓછા કરવા માટે મંત્રાલયે રોડ સેફ્ટી માટે 5E રણનીતિ તૈયાર કરી છે. જેનો અર્થ છે...એજ્યુકેશન, એન્જીનિયરિંગ, ઈન્ફોર્સમેન્ટ અને ઈમરજેંસી કેયર છે. જેમાં એન્જીનિયરિંગ હેઠળ રોડ સેફ્ટીને વધારે સારી કરવામાં આવશે.

દેશભરના રોડ અકસ્માતોના આંકડાઓની રિપોર્ટિંગ, મેજેજમેન્ટ અને વિશ્લેષણ એક કે બે મહિનાની અંદર એન્જીનિયરિંગ દોષોને યોગ્ય કરવા માટે એક કેન્દ્રીય ભંડાર સ્થાપિત કરવા માટે ઈલેક્ટ્રોનિક વિસ્તૃત અકસ્માત રિપોર્ટ(ઈ-ડીએઆર) પરિયોજના શરૂ કરવામાં આવી છે. આવનારા એક કે બે મહિનામાં દેશભરમાં રોડ અકસ્માતોના આંકાડાઓના વિશ્લેષણ, આંકલન અને એનાલિસિસ માટે એક ઈલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સીડેન્ટ રિપોર્ટ(e-DAR) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp