પહેલા કરતા વધુ સિક્યોર થઇ Ciaz, આ સેફ્ટી ફિચર્સમાં લોન્ચ થઇ કાર, જાણો કિંમત

PC: nexaexperience.com

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આજે તેની પોપ્યુલર મિડ-સાઇઝ સેડાન કાર મારુતિ સિયાઝને લોકલ માર્કેટમાં નવા ડ્યુઅલ-ટોન વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ન માત્ર નવો લુક આપ્યો છે પરંતુ આ સેડાનને પહેલા કરતા પણ વધુ સુરક્ષિત પણ બનાવી છે. આકર્ષક દેખાવ અને મજબૂત સિક્યોરિટી ફિચર્સથી સજ્જ, આ સેડાન કારને કુલ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, જેની શરૂઆતની કિંમત રૂ. 11.14 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે.

નવી મારુતિ સિયાઝ હવે ત્રણ નવી ડ્યુઅલ ટોન પેઇન્ટ સ્કીમ તેમજ કુલ 7 મોનો ટોન કલર ઓપ્શન્સમાં પણ ઉપલબ્ધ છે. આ કાર બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ઓપ્યુલન્ટ રેડ, બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ગ્રાન્ડ્યુર ગ્રે અને બ્લેક રૂફ સાથે ડિગ્નિટી બ્રાઉનના ડ્યુઅલ ટોન કલર ઓપ્શન્સમાં આવે છે. આ કારને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને ઓપ્શન્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. નવા કલર્સ ઉપરાંત, કંપનીએ આ સેડાન કારમાં કેટલાક વિશેષ સિક્યોરિટી ફીચર્સ પણ સામેલ કર્યા છે, જેના કારણે આ કાર મુસાફરોને વધુ સિક્યોરિટી પ્રોવાઇડ કરે છે.

નવી મારુતિ સુઝુકી સિયાઝ ડ્યુઅલ-ટોન વેરિઅન્ટ્સ અને તેમની કિંમતો

વેરિઅન્ટ ટ્રાન્સમિશન કિંમત (એક્સ-શોરૂમ)

મારુતિ સિયાઝ ડ્યુઅલ ટોન મેન્યુઅલ રૂ. 11.14 લાખ

મારુતિ સિયાઝ ડ્યુઅલ ટોન ઓટોમેટિક રૂ. 12.34 લાખ

આ વિશેષ સિક્યોરિટી ફિચર્સ

મારુતિ સુઝુકીએ આ સેડાન કારમાં 20 થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કર્યા છે. તેમાં હવે સ્ટાન્ડર્ડ તરીકે હિલ-હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)નો સમાવેશ થાય છે, જે તમામ પ્રકારોમાં ઉપલબ્ધ છે. આ સિવાય ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) વગેરે આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ કાર હવે પેસેન્જરોને પહેલા કરતા વધુ સુરક્ષા પૂરી પાડે છે.

પાવર, પરફોર્મન્સ અને માઈલેજ

કંપનીએ Maruti Suzuki Ciazના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કાર પહેલાની જેમ જ 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 103bhpનો પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. કંપની દાવો કરે છે કે તેનું મેન્યુઅલ વર્ઝન 20.65 kmpl અને ઓટોમેટિક વર્ઝન 20.04 kmpl સુધીની માઈલેજ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp