Citroenએ લોન્ચ કરી કૂપે સ્ટાઇલ SUV Basalt, કિંમત એટલી કે બજેટ કારોને આપશે ટક્કર

PC: citroen.in

ફ્રેંચ કાર નિર્માતા કંપની Citroenએ આજે ભારતીય બજારમાં પોતાની કૂપે સ્ટાઇલ SUV Citroen Basaltને સત્તાવાર રૂપે વેચાણ માટે લોન્ચ કરી દીધી છે. Citroenએ પોતાની આ નવી SUVને માત્ર 7.99 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ)ની શરૂઆતી કિંમતમાં રજૂ કરી છે. તેના લોન્ચ સાથે જ કંપનીએ સત્તાવાર બુકિંગ પણ શરૂ કરી દીધી છે. તેના ગ્રાહક કંપનીના ડિલરશીપ અને સત્તાવાર વેબસાઇટના માધ્યમથી માત્ર 11001 રૂપિયાના ટોકન અમાઉન્ટ સાથે બુક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝ છે જે આગામી 31 ઓક્ટોબર સુધી બુક કરેલા વાહનો પર લાગૂ થશે એટલે કે ભવિષ્યમાં કંપોની આ SUVની કિંમત વધારી શકે છે.

આ કાર Basalt કંપનીના C2 એરક્રોસ મોડલથી પ્રેરિત છે. તેનું ફ્રન્ટ ફેસ ઘણી હદ સુધી એરક્રૉસ સાથે જ હળે મળે છે. જો કે, તેમાં સ્લોપી રૂફલાઇન આપવામાં આવ્યું છે જે તેને કૂપે બોડી સ્ટાઇલ આપે છે. તેમાં નવી ડિઝાઇનના અલોય વ્હીલ, LED ટેલ લેમ્પ અને ચંકી ડબલ ટોન રિયર બમ્પર આપવામાં આવ્યું છે. તેને 5 મોનોટોન કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં પોલર વ્હાઇટ, સ્ટીલ ગ્રે, પ્લેટિનમ ગ્રે, કોસ્મો બ્લૂ અને ગાર્નેટ રેડ સામેલ છે. વ્હાઇટ અને કલર ઓપ્શન સાથે કંટ્રાસ્ટ બ્લેક રૂફ પણ મળે છે.

Basaltને કંપનીએ 2 પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે બજારમાં ઉતારી છે. આ SUVમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 82hpનો પાવર અને 115Nmનો ટોર્ક જનરેટ કરે છે. તો તેનું ટર્બો પેટ્રોલ એન્જિન 110hpનો પાવર જનરેટ કરે છે. આ ટર્બો એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તો નેચનલ એક્સપિરેટેડ એન્જિનમાં માત્ર 5 સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.

Basaltના કેબિનને ઘણી હદ સુધી પ્રીમિયમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, તેનું ડેશબોર્ડ C3 Aircross જેવું જ છે. તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ ક્લસ્ટર, ઓટોમેટિક કંટ્રોલ, થ્રી સ્પોક સ્ટિયરિંગ વ્હીલ, રિયર AC વેન્ટ્સ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી જેવા ફીચર્સ મળે છે. કંપનીએ તેમાં કેટલાક સામાન્ય બદલાવ કરીને તેને Basalt સાથે રજૂ કર્યા છે. તેમાં પાછલી સીટ માટે એડજસ્ટેબલ થાઇ સપોર્ટ પણ મળે છે. જે સેગમેન્ટમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે. કંપનીનો દાવો છે કે કારમાં 470 લીટરનું બુટ સ્પેસ મળે છે.

ઉલ્લેખનીય છે કે Citroenને માત્ર અત્યારે બેઝ મોડલની કંમતની જાહેરાત કરી છે. આગામી સમયમાં કંપની તેના અન્ય વેરિયન્ટ્સની કિંમતોનો ખુલાસો કરશે. આમ જોઇએ તો આ SUV ભારતીય બજારમાં સીધી ટાટા કર્વને ટક્કર આપશે. જેની કિંમતોની જાહેરાત આગામી 2 સપ્ટેમ્બરે થવાની છે, પરંતુ Citroenએ પોતાની આ SUVને ખૂબ જ સસ્તી કિંમતમાં લોન્ચ કરીને ટાટા મોટર્સ પર એક પ્રેશર જરૂર બનાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ સમયે ટાટા નેક્સોન જે ટાટાની બીજી સૌથી સસ્તી SUV છે તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂઆત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp