દિવાળી પહેલા આ કંપનીએ આપ્યો ઝટકો, મોંઘી કરી આ કાર

PC: IBC24.com

ફેબ્રુઆરી 2023માં સિટ્રોને ભારતમાં પોતાની ઈસી3 કારને ભારતમાં ફુલ ઇલેક્ટ્રિક કારમાં લોન્ચ કરી હતી. જેની કિંમતમાં હવે બીજીવાર વધારો કરી દેવામાં આવ્યો છે. જે 11 હજાર રૂપિયા છે. જ્યારે ઓગસ્ટ 2023માં આ કારની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લોન્ચ પછી એક વર્ષથી પણ ઓછા સમયમાં આ કારની કિંમતમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. જોકે તે સમયે બેઝ વેરિયન્ટ પર તેની કોઇ અસર જોવા મળી નહોતી. પણ આ વખતે Citroenએ eC3 ઈલેક્ટ્રિક હેચબેકના દરેક વેરિયન્ટની કિંમતોમાં સમાન રીતે 11 હજાર રૂપિયાનો વધારો કર્યો છે.

Citroen eC3ની કિંમતો

લાઈવ: જૂની કિંમત- 11.50 લાખ રૂપિયા, નવી કિંમત- 11.61 લાખ રૂપિયા, અંતર- 11,000 રૂપિયા

ફીલ: જૂની કિંમત- 12.38 લાખ રૂપિયા, નવી કિંમત- 12.49 લાખ રૂપિયા, અંતર- 11,000 રૂપિયા

ફીલ વાઈબ પેક: જૂની કિંમત- 12.53 લાખ રૂપિયા, નવી કિંમત- 12.64 લાખ રૂપિયા, અંતર- 11,000 રૂપિયા

ફીલ ડ્યુઅલ ટોન વાઈબ પેક: જૂની કિંમત- 12.68 લાખ રૂપિયા, નવી કિંમત- 12.79 લાખ રૂપિયા, અંતર- 11,000 રૂપિયા

Citroen eC3 વિશે

હવે Citroen eC3ની કિંમત 11.61 લાખ રૂપિયાથી વધીને 12.79 લાખ રૂપિયા એક્સ-શોરૂમની વચ્ચે થઇ ગઇ છે. આ કાર બે ટ્રિમ- લાઇવ અને ફીલમાં અવેલેબલ છે. જેનો બૂટ સ્પેસ 315 લીટર છે. આ ઈલેક્ટ્રિક કારનું ગ્રાઉન્ડ ક્લીઅરંસ 170 મિલીમીટર છે. જેમાં 29.2 kwh બેટરી પેક છે. તેની સાથે જ કાર 57પીએસ પાવર અને 143 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર આ કાર 320 કિમી સુધીની રેન્જ આપી શકે છે.

15 એમ્પિયર પ્લગ પોઇન્ટથી બેટરીને 0 થી 100 ટકા ચાર્જ થવામાં 10 કલાક 30 મિનિટ લાગે છે. તો ડીસી ફાસ્ટ ચાર્જરથી 10 થી 80 ટકા ચાર્જ થવામાં કાર 57 મિનિટ લે છે. આ કારમાં એન્ડ્રોઇડ ઓટો, એપ્પલ કારપ્લે, 10.2 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મેન્યુઅલ એસી મળે છે. જે કીલેસ એન્ટ્રી, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજીની સાથે આવે છે.

આ કારની ટક્કર ભારતીય ઈલેક્ટ્રોનિક કાર ટાટા ટિયાગો ઈવી અને ટાટા ટિગોર ઈવી સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp