સૂર્ય તરફ આવી રહ્યો છે લીલી પૂંછડીવાળો ધૂમકેતુ, ચૂક્યા તો 400 વર્ષ પછી દેખાશે

PC: dailyo.in

રહસ્યોથી ભરેલા અંતરીક્ષમાં 435 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. એક મહિના અગાઉ શોધવામાં આવેલો ધૂમકેતુ નિશિમુરા સૂર્યની સૌથી નજીક પહોંચવાનો છે, જેને જોવાનો ખૂબ મોટો લ્હાવો ધરતીવાસીઓને મળશે. આ લીલી પૂંછ સવારે સવારે સૂરજની આસપાસ ચમકે છે, ધૂમકેતુ નિશિમુરા કે C/2023 P1 12 એક દિવસ અગાઉ 12 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની સૌથી નજીક હતો. હવે તેજીથી સૂર્ય તરફ જઈ રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી તે પૃથ્વીથી નજરે પડશે. ત્યારબાદ તે સૂર્યના પ્રકાશમાં ઓઝલ થઈ જશે.

પછી 4 સદી એટલે કે 400 વર્ષ બાદ જ લોકોને નજરે પડશે, જો તમે એ મિસ કર્યો તો જીવનની મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટના નહીં જોઈ શકો. આવો તો આ આર્ટિકલમાં જાણીએ શું છે નિશિમુરા? તેને જોવાનો સૌથી સારો સમય કયો છે? તેને કેવી રીતે ઓળખવામાં આવશે? અને અંતે તે લીલો કેમ છે?

ધૂમકેતુ સૌરમાંડળમાં ક્યારે દેખાશે.

ધૂમકેતુ નિશિમુરા 17 સપ્ટેમ્બર સુધી સવારે સૂર્યોદય અગાઉ નજરે પડશે. ત્યારે તે સૂર્યની સૌથી નજીકથી પસાર થશે. જોવાનો સૌથી સારો સમય સવારનો છે, પરંતુ અઠવાડિયાના અંતમાં જેમ જેમ તે સૂર્યની નજીક આવશે, તેને જોવો મુશ્કેલ થઈ જશે. 15 સપ્ટેમ્બરના રોજ ધૂમકેતુ સૂર્યની નજીક આવશે અને બુધના ઓર્બિટમાં પ્રવેશ કરી જશે. 17 સપ્ટેમ્બરના રોજ ધૂમકેતુ પૃથ્વીથી આ ઓર્બિટમાં પહોંચી જશે, જ્યાંથી તે સૂર્યના સૌથી નજીક હશે. એ સમયે તેની ગતિ 2.9 હશે અને તેને નરી આંખે સરળતાથી જોઈ શકાય છે.

ધૂમકેતુને કેવી રીતે ઓળખવામાં આવશે?

સૂર્યોદયથી લગભગ એક કલાક અગાઉ ઉત્તર-પૂર્વ તરફ જુઓ અને ધૂમકેતુ સિંહ રાશિમાં, આકાશમાં નીચે હોવો જોઈએ. દૂરબીનની મદદ પણ લઈ શકાય છે. તેના માધ્યમથી ધૂમકેતુની પૂંછનો આકાર પણ દેખાશે. જો તમે પોતાની નરી આંખોથી જોઈ રહ્યા છે, તો તે એક ધૂંધળા ટીપાં જેવો હોય શકે છે.

શું ધૂમકેતુ નિશિમુરા દુર્લભ છે?

ધૂમકેતુ નિશિમુરાનો શોધ જાપાનના ખગોલશાસ્ત્રી હિદેઓ નિશિમુરાએ 12 ઑગસ્ટના રોજ કરી હતી. NASAનું કહેવું છે કે ધૂમકેતુ નિશિમુરા ખૂબ દુર્લભ છે. સૂર્યની ચારેય તરફ તેની કક્ષા લગભગ 430 વર્ષો સુધી ચાલે છે. એવામાં તે 4 સદી બાદ જ ફરીથી નજરે પડશે. મતલબ તે હવે 25મી સદીમાં દેખાશે.

નિશિમુરા કેમ લીલો છે?

ધૂમકેતુ લીલો નજરે પડે છે કેમ કે તેના કોમા, નાભિકની આસપાસની ગેસમાં અપેક્ષાકૃત દુર્લભ પ્રકારની કાર્બન ગેસ હોય છે, જેને ડાયાટોમિક કાર્બન કહેવામાં આવે છે. જેમાં બા કાર્બન પરમાણુ એક સાથે બંધાયેલા હોય છે.

ધૂમકેતુ શું છે?

ધૂમકેતુ બરફ અને ખડકોના બૉલ છે જે બાહ્ય સૌર મંડળના એક ક્ષેત્ર ઉર્ટ વાદળથી સૂર્યની પરિક્રમા કરે છે. જ્યારે તેઓ સૂર્યની પાસે આવે છે તો તેની બરફ ગેસમાં બદલાઈ જાય છે અને પૂંછની જેમ તેનાથી વહેવા લાગે છે. આપણે તેને ક્યારેક ક્યારેક પૃથ્વીથી જોઈ શકીએ છીએ, પરંતુ આ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે કેટલો સરળ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp