પુરુષોના સ્પર્મને અટકાવી દેશે આ નવી રીત, અનિશ્ચિત પ્રેગ્નેન્સીનું નો ટેન્શન

PC: thred.com

મહિલાઓની ગર્ભનિરોધક ગોળીઓની જેમ વૈજ્ઞાનિક પુરુષો માટે પણ ગર્ભનિરોધક ગોળી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને તેમા એક મોટી સફળતા મળી છે. તેમણે એક ગર્ભનિરોધક દવા વિકસિત કરી છે જે અસ્થાયીરીતે શુક્રાણુઓને પોતાના રસ્તામાં આવતા રોકીને ઉંદરોમાં ગર્ભધારણને અટકાવે છે. અમેરિકાની વીલ કોર્નેલ મેડિસિનના શોધ કર્તાઓએ કહ્યું કે, અત્યારસુધી પુરુષો માટે ગર્ભનિરોધકનો એકમાત્ર વિકલ્પ કોન્ડમ રહ્યું છે. શોધકર્તાઓનું કહેવુ છે કે, પહેલા પુરુષો માટે બનાવવામાં આવી રહેલી ગર્ભનિરોધક ગોળીઓ પર શોધ એટલા માટે રોકી દેવામાં આવી હતી કારણ કે, તેની ઘણી સાઈડ ઈફેક્ટ્સ સામે આવી હતી. પુરુષ ગર્ભનિરોધક ગોળીઓ પર સ્ટડીના સહ-વરિષ્ઠ લેખકો લોની લેવિન અને જોચેન બકની ટીમને જાણવા મળ્યું કે ઉંદરોમાં આનુવાંશિકરીતે એક મહત્ત્વપૂર્ણ સેલુલર સિગ્નલિંગ પ્રોટીન, સોલ્યૂબલ એડેનલીલ સાઈક્લેઝ (sAC) કહેવામાં આવે છે, જેની ઉણપ હોય છે.

નેચર કમ્યુનિકેશન્સ પત્રિકામાં પ્રકાશિત સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, sAC અવરોધકનો એક ડોઝ, TDI-11861 ઉંદરોના શુક્રાણુને અઢી કલાક સુધી સ્થિર કરી દે છે. સંભોગ બાદ મહિલા પ્રજનનના રસ્તામાં પણ ઉંદરના શુક્રાણુ નિષ્ક્રિય બની રહે. શોધકર્તાઓએ કહ્યું કે ત્રણ કલાક બાદ, શુક્રાણુમાં ગતિ આવી ગઈ અને 24 કલાક સુધી લગભગ તમામ શુક્રાણુ સામાન્ય ગતિમાં આવી ગયા. TDI- 11861 નો ડોઝ લેનારા નર ઉંદરોને માદા ઉંદરો સાથે રાખવામાં આવ્યા. ઉંદરોએ સામાન્યરીતે સંભોગ કર્યું પરંતુ 52 અલગ-અલગવાર સંભોગ કરવા છતા માદા ઉંદર ગર્ભવતી ના થઈ.

શોધકર્તાએ કહ્યું, અમારી ગોળી 30 મિનિટથી એક કલાકની અંદર કામ કરે છે. જ્યારે બીજી ગર્ભનિરોધકોમાં શુક્રાણુઓની સંખ્યાને ઓછી કરવા અથવા તેમના ઈંડાને નિષેચિત કરવામાં અસમર્થ હોવા માટે એક અઠવાડિયાનો સમય લાગી જાય છે. શોધકર્તાઓનું કહેવુ છે કે, sAC અવરોધકની ગોળીઓનો પ્રભાવ વધુ સમય સુધી નથી રહેતો અને પુરુષ તેને માત્ર ત્યારે લે છે જ્યારે તેમને તેની જરૂર હોય છે. તેનાથી પુરુષોને પોતાની પ્રજનન ક્ષમતાને લઈને દરરોજ નિર્ણયો લેવાની આઝાદી રહેશે. લેવિને કહ્યું કે, તેમની ટીમ આ ગોળીઓનું ઉંદરો પર સફળ પરિક્ષણ કરી ચુકી છે અને હવે તેઓ મનુષ્યો પર તેના ટ્રાયલને લઈને કામ કરી રહ્યા છે. શોધકર્તા હવે આ પ્રયોગને એક અલગ પ્રીક્લિનિકલ મોડલમાં અપનાવશે. ત્યારબાદ મનુષ્યો પર આ દવાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. જો પરીક્ષણ સફળ રહ્યું તો પુરુષો માટે એક ગર્ભનિરોધક ગોળી બજારમાં આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp