દિલ્હીના તબીબને શેરબજારની લત લાગી, વધારે કમાણી કરવામાં ખાતામાંથી 24 લાખ ગુમાવ્યા

PC: indiatimes.com

દિલ્હીનો એક ડોક્ટર સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. આ કિસ્સામાં, સાયબર ગુનેગારોએ ખૂબ જ ચતુરાઈથી તેના બેંક ખાતામાંથી 24 લાખ રૂપિયાની ચોરી કરી છે. હકીકતમાં, ડૉક્ટરને શેરબજાર સાથે સંબંધિત વીડિયો જોવાનું ખુબ ગમતું હતું, પરંતુ તેમને ખબર ન હતી કે, તેમની આ આદતથી તેમને 24 લાખ રૂપિયાનો ફટકો પડશે. આવો તમને એના વિશે વિગતવાર જણાવીએ.

દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં કામ કરતો ડોક્ટર સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. આ સમય દરમિયાન તેના બેંક ખાતામાંથી 24 લાખ રૂપિયા ખૂબ જ ચાલાકીપૂર્વક ઉપાડી લેવામાં આવ્યા હતા. સાયબર ગુનેગારોએ ડૉક્ટરને શેરબજારમાંથી વધારે પ્રમાણમાં વળતર મેળવવાનું વચન આપ્યું હતું.

પીડિત ડોક્ટરે આ અંગે પોલીસને જાણ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉક્ટરને શેરબજાર સાથે જોડાયેલા વીડિયો જોવાનું ખુબ પસંદ હતું. તેણે ઈન્ટરનેટ પર એક વીડિયો જોયો, જેમાં એક ગ્રુપ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ગ્રુપનું નામ હતું સ્ટડી પર્પઝ. મીડિયા રિપોર્ટ્સમાંથી આ માહિતી મળી છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ જૂથ ઘણી કડી(લિંક)ઓથી ભરેલું હતું. તેમાં સ્ટોક ટ્રેડિંગ સંબંધિત ઘણા બધા વીડિયો હતા, જે ઓનલાઈન ક્લાસ આપવાનું વચન આપતા હતા. ડોક્ટરે જણાવ્યું કે, તે લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ ગયો હતો.

આ પછી ડૉક્ટરને સંસ્થાકીય ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાનું કહેવામાં આવ્યું. આ માટે તેણે ફોનમાં એક એપ ઇન્સ્ટોલ કરવાની હતી. આ એપમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ સુવિધા નહોતી. આ પછી, ગ્રુપ એડમિનિસ્ટ્રેટરે તેને ચોક્કસ ખાતામાં કેટલાક પૈસાની લેવડદેવડ કરવાની સલાહ આપી.

આ પછી ડૉક્ટરને IPO સબસ્ક્રિપ્શન લેવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી તબીબ પર મોટી રકમ જમા કરાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ પછી તેમને કેટલાક વિનિંગ શેર્સ મળશે. આમ આવી રીતે ડૉક્ટરને ફસાવવાના પ્રયાસો ચાલુ રહ્યા.

આ પછી ડોક્ટરનું એકાઉન્ટ મોબાઈલ એપ પર ડિસેબલ થઈ ગયું હતું. પહેલા તે સમજી શક્યો નહીં, પછી તેણે તેની આસપાસના લોકોને આ વિશે જણાવ્યું. પછી તેને ખ્યાલ આવ્યો કે, તે સાયબર ફ્રોડનો શિકાર બની ગયો છે. આ પછી, 8 ફેબ્રુઆરીએ પીડિતે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp