દિલ્હીની મહિલાએ જણાવ્યું કેવી રીતે એપલ વોચે તેનો જીવ બચાવ્યો,ટિમ કુકે જવાબ આપ્યો

PC: twitter.com/tim_cook

એપલના ઉત્પાદનોની લોકપ્રિયતા તેની ખાસ વિશેષતાઓને કારણે કોઈનાથી છુપાયેલી નથી. હકીકતમાં એપલ વોચમાં ઘણા જીવન રક્ષક ફીચર્સ છે, જેની મદદથી દિલ્હીની એક મહિલાને બીજું જીવન મળ્યું છે. આ પછી તેણે એપલના CEO ટિમ કૂકને Email મોકલીને આભાર પણ માન્યો.

દિલ્હીમાં પોલિસી રિસર્ચર તરીકે કામ કરતી સ્નેહા સિન્હા પોતાનું સામાન્ય જીવન જીવી રહી હતી. એક દિવસ તે સાંજે ઓફિસેથી ઘરે પછી ફરતી હતી. આ પછી અચાનક તેને હૃદયના ધબકારા ઝડપી થયાનો અનુભવ થયો.

આ પછી, જ્યારે તેણે Apple Watch 7 વડે હાર્ટ રેટ ચેક કરવાનો પ્રયાસ કર્યો તો તેને ખબર પડી કે તેની ઘડિયાળની બેટરી ખતમ થઈ ગઈ છે. આ પછી સિંહાએ રાહ જોઈ અને એપલ વોચને ચાર્જ કરી. તેણે કહ્યું કે, જો તેની પાસે એપલ વોચ ન હોત તો કદાચ તે આજે આ દુનિયામાં ન હોત. મીડિયા સૂત્રો સાથેની વાતચીત દરમિયાન તેમણે આ માહિતી આપી હતી.

પોતાની જાતને શાંત રાખવા માટે, તેણે ઊંડા ઊંડા શ્વાસ લીધા, આ પછી પણ તેની એપલ વોચ હાર્ટ રેટ વધારે બતાવી રહી હતી. આ પછી, તેને તેની ગરદનની આસપાસ ઝડપી ધબકારા અનુભવાયા અને તેની છાતીમાં પણ દુખાવો થવા લાગ્યો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દોઢ કલાક પછી એપલ વોચની ECG એપ એટ્રીયલ ફાઈબ્રિલેશન શોધી કાઢ્યું અને મહિલાને સૂચના પણ આપી. મહિલાને કહેવામાં આવ્યું કે, તે જલ્દી ડોક્ટરને બતાવે. આ પછી તેણે તેના મિત્રને ફોન કર્યો અને પછી તે ડૉક્ટર પાસે ગઈ, નહીં તો તે સવાર પડવાની રાહ જોઈ રહી હતી, જેના કારણે ઘણું મોડું થઈ ગયું હોતે.

આ પછી, ડૉક્ટરે તેને ઇમરજન્સી રૂમમાં તપાસી અને જાણવા મળ્યું કે, તેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 250 ધબકારાથી ઉપર છે. આ પછી મહિલાને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવ્યો અને જરૂરી સારવાર આપવામાં આવી. આ પછી ડૉક્ટરે કહ્યું કે, તે સમયસર હોસ્પિટલ પહોંચી ગઈ હતી, નહીંતર હાલત વધુ ખરાબ થઈ શકત. આ પછી મહિલાએ એપલના CEO ટિમ કૂકને Email લખ્યો. આ Emailમાં તેણે એપલ વોચના આ ખાસ ફીચરની પ્રશંસા કરી હતી. આ પછી તેણે આભાર પણ કહ્યું.

સ્નેહાએ 23 એપ્રિલે એપલના CEO ટિમ કૂકને Email મોકલ્યો હતો. આમાં તેણે ટિમ કૂક અને તેની ટીમનો આભાર માન્યો હતો. મહિલાએ જણાવ્યું કે, થોડા કલાકો પછી તેને ટિમ કૂક તરફથી પણ જવાબ મળ્યો. ટિમ કુકે જવાબમાં કહ્યું, 'થેન્ક યુ મચ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp