કાર જેવી સ્માર્ટ કેબિન, એડવાન્સ ફીચર્સ! મહિન્દ્રાએ લોન્ચ કરી શાનદાર પિકઅપ ટ્રક

PC: x.com/Mahindra_Auto

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના કોમર્શિયલ વ્હીકલ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા નવી પિકઅપ ટ્રક મોડલ Mahindra Veeroને સત્તાવાર રૂપે વેચાણ માટે લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે પિકઅપ ટ્રક કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં નવું બેન્ચમાર્ક સ્થાપિત કરશે. આકર્ષક લુક અને શાનદાર એન્જિનથી લેસ નવી Mahindra Veeroની શરૂઆતી કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

કેવી છે નવી Mahindra Veero ટ્રક:

લુક અને ડિઝાઇનના કેસમાં આ પારંપરિક પિકઅપ ટ્રક જેવી જ છે. તેની લંબાઈ 4710 (XL), 4980 (XXL), પહોળાઈ 1746 મિમી, ઊંચાઈ 2040 મિમી અને તેમાં 2550 મિમીનું વ્હીકલ બેઝ મળે છે. કંપનીનું કહેવું છે કે તેની ભાર વાહન ક્ષમતા 1600 કિગ્રા છે. આ પિકઅપ ટ્રકમાં કંપનીએ બોલેરોના એન્જિનનો ઉપયોગ કર્યો છે. તે 1.5 લીટર 3 સિલિન્ડર એન્જિન સાથે આવે છે. તેનું એન્જિન 59.9 kWનો પાવર અને 210 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ સિંક્રોમિશન ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે.

પેલોડ 1600 કિગ્રા

એન્જિન પાવર: 59.7 kW

ટોર્ક: 210 Nm

માઇલેજ: 18.4 કિમી/લીટર

મળે છે આ ફીચર્સ:

Mahindra Veeroમાં કંપનીએ D2 (ડ્રાઈવર સહિત 2 લોકો બેસવાની વ્યવસ્થા) સીટ આપી છે. તેમ રિકલાઇનિંગ ડ્રાઇવિંગ સીટ, સીટ પાછળ સ્ટોરેજ સ્પેસ, ડ્રાઈવર એરબેગ, સ્ટિરિંગ માઉન્ટેડ કંટ્રોલ, પાવર વિન્ડો, ફાસ્ટ ચાર્જર (USB પોર્ટ), ડ્રાઈવર હેડરેસ્ટ, ફેબ્રીક સીટ્સ આપવામાં આવી છે. કંપનીએ તેના કેબિનને કોઈ સામાન્ય પિકઅપ ટ્રકથી બિલકુલ અલગ બનાવી છે. તેમાં 10.2 ઈંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે, જે રિવર્સ કેમેરા જેવા ફીચર સાથે આવે છે.

એ સિવાય ચાલકની સુવિધા માટે તેમાં એર કન્ડિશન (AC) અને હીટર પણ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ પિકઅપ ટ્રક 18.4 કિમી/લીટરની એવરેજ આપવામાં સક્ષમ છે એટલે કે મોડર્ન હોવા સાથે સાથે એ સસ્તી પણ છે. મહિન્દ્રા પોતાની આ પિકઅપ ટ્રક પર 1 લાખ કિમી કે 3 વર્ષ (જે પણ પહેલા આવે) તેની વૉરન્ટી આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp