શું મોબાઈલ રેડિએશન સગર્ભા સ્ત્રીઓને અસર કરે છે? સરકારે જણાવી હકીકત
એક સરકારી સમિતિ, જેમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને આરોગ્ય મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, તેણે ભલામણ કરી છે કે, મોબાઇલ ટાવરમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો (EMF)ના રેડિયેશનને વર્તમાન મર્યાદા કરતા દસ ગણાથી વધુ વધારવામાં આવે. આ ઈન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયનાઈઝિંગ રેડિયેશન પ્રોટેક્શન (ICNIRP) પરના 2020ના ધોરણોનું પાલન કરવા માટે કરવામાં આવી રહ્યું છે. દેશમાં નેટવર્ક કવરેજ સુધારવા અને વધુ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાત ઘટાડવાના પ્રયાસરૂપે આ ભલામણ કરવામાં આવી છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી લોબીંગ ઓર્ગેનાઈઝેશન COAIએ પણ આવી જ માંગણી કરી હતી, જેમાં કહ્યું હતું કે 'ICNIRP (ઈન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયનાઈઝિંગ રેડિયેશન પ્રોટેક્શન) માપદંડ સુરક્ષિત છે.' પ્રશ્ન ઊભો થાય છે કે, શું વધારાનું રેડિયેશન બાળકો, સગર્ભા સ્ત્રીઓ અથવા પ્રાણીઓને અસર કરશે. સરકારી પેનલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
પેનલનું કહેવું છે કે મોબાઈલ ટાવરમાંથી રેડિએશનની મર્યાદામાં 10 ગણો વધારો કરવાથી પણ લોકો, બાળકો, ગર્ભવતી મહિલાઓ કે જાનવરોને કોઈ નુકસાન નહીં થાય. તેનાથી મોબાઈલ નેટવર્ક સુધરશે અને વધુ ટાવર લગાવવાની જરૂર નહીં પડે. પરંતુ, પેનલે ચેતવણી પણ આપી છે કે આનાથી લોકોની શંકા વધી શકે છે. જોકે સરકારી સમિતિએ તેના રિપોર્ટમાં મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશન (EMF)ની માત્રામાં 10 ગણો વધારો કરવાની સલાહ આપી છે, પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું છે કે તેનાથી લોકોને મુશ્કેલી થઈ શકે છે અને તેઓ વધારે વિશ્વાસ કરી શકશે નહીં.
કેટલાક લોકોને લાગે છે કે, રેડિયેશન સ્વાસ્થ્ય માટે જોખમી છે. સરકાર લોકોની આ ચિંતા ઓછી કરવા માંગે છે. એટલા માટે તે ઓછા ખર્ચે મોબાઈલ ટાવર ચેક કરાવવા માંગે છે. ભારતમાં પહેલેથી જ એવો કાયદો છે કે, ટાવરમાંથી નીકળતા રેડિયેશનનું પ્રમાણ ઘણું ઓછું હોવું જોઈએ. આ જથ્થો ICNIRP સ્તર કરતાં 10 ગણો ઓછો છે. પરંતુ મોબાઈલ કંપનીઓનું કહેવું છે કે, આટલા ઓછા રેડિયેશનને કારણે ફોનનું નેટવર્ક યોગ્ય રીતે કામ કરશે નહીં અને તેમને વધુ ટાવર લગાવવા પડશે.
COAL ડિરેક્ટર જનરલ (નિવૃત્ત) લેફ્ટનન્ટ જનરલ SP કોચરે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, ટેલિકોમ ટાવરમાંથી નીકળતા રેડિયેશનનો મુદ્દો, ભલે ગમે તેટલો ઓછો હોય, હંમેશા ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. ઘણા વિસ્તારના લોકો અને દબાણ જૂથોએ ટાવર લગાવવા સામે કોર્ટમાં કેસ કર્યા છે. દેશભરમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં લોકોની અરજીઓ અથવા વિરોધને કારણે કંપનીઓને ટાવર હટાવવા પડ્યા છે.
જો મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયો તરંગો (EMF) અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો ભારતમાં 5Gની ઝડપ અને ગુણવત્તાને અસર થશે. COAIના લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) SP કોચર કહે છે કે, આનાથી નેટ સ્પીડ ધીમી પડશે, નેટવર્ક બગડશે અને સિગ્નલ પણ નબળા રહેશે. તેમનું કહેવું છે કે ઈંગ્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઈજીપ્ત, યુગાન્ડા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં ICNIRP નિયમો પહેલાથી જ લાગુ છે. COAIએ ટેલિકોમ સચિવ નીરજ મિત્તલને પણ આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp