આ છે દુનિયાની સૌથી લાંબી SUV, ખાસિયત જાણીને રહી જશો દંગ

PC: autoevolution.com

દુબઈના શેખ હમદ બિન હમદાને 24 ટન વજનની SUV બનાવી છે. તેમાં 10 પૈંડા લગાવવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે દુનિયાની સૌથી મોટી SUV છે. તેને ત્રણ ગાડીઓ, જીપ રેંગલર-ડૉજ ડાર્ટ અને ઓશકોશ એમ 1075 મિલેટ્રી ટ્રકના ભાગોને ભેગા કરીને બનાવવામાં આવી છે. શેખ હમદે તેના ફોટા અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કર્યો છે.

શેખ હમદે જણાવ્યુ હતુ કે, SUVનું નામ ઢાબિયન રાખવામાં આવ્યુ છે. તે 10.8 મીટર લાંબી અને 2.5 મીટર પહોળી છે. તેની ઉંચાઈ 3.2 મીટર છે અને વજન 24 ટન છે. SUVમાં 6 સિલેન્ડર ઈનલાઈન વોટર કૂલ્ડ ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ક્ષમતા 600hp છે. જીપ રેંગલરના ભાગોમાંથી ડ્રાયવરની કેબિન બનાવવામાં આવી છે.

ઢાબિયનનું પ્રદર્શન શારજાહમાં બનેલા અલ મહદ મ્યુઝિયમમાં કરવામાં આવી રહ્યુ છે. તેની કિંમત અંગે જાણકારી આપવામાં આવી નથી. સિલ્વર લુકમાં દેખાતી SUVને રોયલ ટચ આપવામાં આવ્યો છે. શેખ હમદના જણાવ્યા અનુસાર, SUV પાવરફુલ અને ઓફ રોડ માટે સારો ઓપ્શન છે. શેખ હમદ એમિરેટ્સ નેશનલ ઓટો મ્યુઝિયમ પણ ચલાવે છે, જ્યાં ખૂબ જ ખાસ પ્રકારની ગાડીઓનું પ્રદર્શન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp