એલન મસ્કની પહેલી કાર કંઈ હતી અને હવે કંઈ કારને ડ્રાઈવ કરવાનું પસંદ છે

PC: usatoday.com

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને ખરીદી લીધી છે. તેના પછી ન માત્ર તેના બિઝનેસને લઈને વાતો થઈ રહી છે પરંતુ લોકો તેના જીવનના કેટલાંક અજાણ્યા ચેપ્ટરને જાણવામાં પણ દિલચસ્પી દેખાડી રહ્યા છે. મસ્કની પાસે પહેલાથી જ સૌથી મોટી ઈલેક્ટ્રીક કાર કંપની Telsa અને રોકેટ બનાવનારી કંપની XSpace છે. આજે ભલે તે આટલી મોટી કાર કંપનીના માલિક છે પરંતુ આ પહેલા તે અન્ય કંપનીઓની કારનો ઉપયોગ કરતો હતો. એક સમય એવો હતો કે તેની પાસે પહેલા કારને રિપેરીંગ કરાવવાના પૈસા પણ ન હોતા.

મસ્કે એક કાર્યક્રમમાં જાતે કહ્યું હતું કે, તેની પહેલી કાર 1978BMW320i હતી, જેને તેણે માત્ર 1400 ડોલરમાં 1994માં ખરીદી હતી. તે આ કારમે માત્ર 2 વર્ષ ચલાવી શક્યા હતા. તેના પછી કારનો અકસ્માત થયો હતો. મસ્કે તેના પછી 1967 E-Type Jaguar  કન્વર્ટીબલ કારને ખરીદી હતી. તે ઘણે પહેલેથી આ કાર ખરીદવા ઈચ્છતા હતા. જ્યારે તેને ઝીપ2થી 40 હજાર ડોલરનું બોનસ મળ્યું ત્યારે તે આ કાર ખરીદી શક્યા હતા. જોકે આ કાર સાથેનો તેમનો અનુભવ સારો રહ્યો ન હતો. એક વાતચીતમાં તેમણે પોતાની આ કારને ખરાબ પ્રેમિકા જેવી કહી હતી.

મસ્કની ત્રીજી કાર સામાન્ય ન હતી. પરંતુ એક સુપર કાર હતી. જ્યારે તેમણે પોતાની શરૂઆતી કંપનીઓમાંથી એક પેપલને વેચી, તેના પછી તેમણે સુપરકાર McLaren F1 ખરીદી હતી. મસ્ક કહે છે કે આ કાર ઘણા વર્ષો સુધી તેમણે વાપરી હતી અને આશરે 11 હજાર મીલની સવારી કરી હતી. જોકે 2020માં આ કારનો ખરાબ રીતે એક્સિડન્ટ થયો હતો. તે એટલી ખરાબ રીતે અથડાઈ હતી કે તેનું રિપેરીંગ પણ શક્ય ન હતું અને તેની પાસે કારનો ઈન્સ્યોરન્સ પણ ન હતો. મસ્ક બાળપણથી જેમ્સ બોન્ડની ફિલ્મોના ફેન છે. મોટા થવા પર તેમણે જેમ્સ બોન્ડ સીરિઝની ફિલ્મ The Spy Who Loved Meમાં ઉપયોગ કરવામાં આવેલી કાર Lotus Esprit Submarine ને ખરીદવાની તક મળી.

તેમણે એક નિલામીમાં તેને 9.20 લાખ ડોલરની મોટી કિંમત આપીને ખરીદી હતી. જોકે આ કાર બટન દબાવતા સબમરીનમાં બદલાઈ નહોંતી શકતી. તેનાથી મસ્કને નિરાશા થઈ પરંતુ આ કારથી તેમને ટેસ્લાની સાઈબરટ્રક બનાવવાની પ્રેરણા મળી હતી. હવે ટેસ્લાની કારો ઉપયોગ કરતા પહેલા મસ્કે Audi Q7, Hamman BMW M5 અને Porsche 911 જેવી લક્ઝરી કારોની પણ સવારી કરી છે. Audi Q7થી તેમને ટેસ્લા મોડલ Sમાં ફાલ્કન વિંગ ડોર લગાવવાની પ્રેરણા મળી. 2017માં મસ્કે ટ્વિટર પર કહ્યું હતું કે તેમને એક દોસ્ત તરફથી Ford Model T કાર ગિફ્ટમાં મળી છે. તેના પછી મસ્ક પોતાની કંપનીની કારનો ઉપયોગ કરવા લાગ્યા હતા. ટેસ્લા રોડસ્ટાર તેની પહેલી કાર હતી. જેના પછી આ કારને રોકેટમાં નાખી સ્પેસમાં મોકલવામાં આવી હતી. જે અત્યારે સુર્યના ચક્કર લગાવી રહી છે.

હાલમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પાસે પોતાની કંપનીની ઘણી કારો છે, જેને તે તક મળતા જાતે ડ્રાઈવ કરે છે. સામાન્યરીતે તે ટેસ્લા મોડલ એસ પરફોર્મન્સ ડ્રાઈવ કરે છે. વચ્ચે તે ટેસ્લા મોડલ 3 પરફોર્મન્સ પણ ચલાવવાનું પસંદ કરે છે. જ્યારે તે બાળકો સાથે હોય છે તો તેમની પહેલી પસંદ ટેસ્લા મોડલ એક્સ બની જાય છે. હાલમાં જ ડિનર પર જતી સમયે ટેસ્લા સાયબરટ્રક ચલાવતા જોવા મળ્યા હતા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp