એલન મસ્કના રોબોટે કર્યા યોગા અને નમસ્તે, જુઓ Video

PC: digit.com

એલન મસ્કે ટેસ્લાના હ્યુમનોઇડ રોબોટનો એક વીડિયો શેર કર્યો છે. ટેસ્લાનો આ રોબોટ વીડિયોમાં લોકોને નમસ્તે કરતો જોવા મળી રહ્યો છે. આ રોબોટનું નામ ઓપ્ટિમસ છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે આ વીડિયોની સાથે કોઇ કેપ્શન લખ્યું નથી.

મસ્કે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોબોટ અમુક ટાસ્ક પૂરા કરવાની સાથે નમસ્તે અને સૂર્ય નમસ્કાર કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રોબોટે કલરવાળા બોક્સને અલગ અલગ પ્લેટમાં મૂક્યા. વીડિયોના સબ ટાઇટલમાં જણાવ્યું કે, આ રોબોટ સરળતાથી નવા ટાસ્ક વિશે શીખી શકે છે.

દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક એલન મસ્ક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સબ ટાઇટલ છે. જે દેખાડે છે કે કઇ રીતે એક હ્યુમનોઇડ રોબોટે પોતાના હાથ પગ મૂવ કર્યા. રોબોટ હવે માત્ર વિઝન અને જોઇન્ટ પોઝિશન એનકોડરની મદદથી પોતાના અંગો ક્યાં છે તેની પણ ખબર રાખી શકે છે. ઘણી રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે આને સ્પેસ મિશનમાં ઉપયોગમાં લઇ શકાય છે.

કિંમત કેટલી

ઓપ્ટિમસ નામના આ રોબોટની કિંમત લગભગ 20,000 ડૉલર એટલે કે લગભગ 16 લાખ 61 હજાર 960 રૂપિયા હોઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હ્યુમનોઇડ રોબોટમાં .3 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી પેક લાગી છે. જે આખો દિવસ સરળતાથી કામ કરી શકે છે. સાથે જ આમાં વાઈફાઈ અને LTEનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

ટેસ્લા કારની સિસ્ટમનો ઉપયોગ

હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટિમસમાં એજ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજેંસ સોફ્ટવેર અને સેંસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટેસ્લા કારના એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટેંડ સિસ્ટમ ઓટોપાયલટમાં મોજૂદ છે. આ રોબોટ ટેસ્લા ચિપ પર કામ કરે છે.

હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટિમસને પહેલીવાર ગયા વર્ષે ઓક્ટોબરમાં આયોજિત કરવામાં આવેલા ટેસ્લા AI દિવસ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. આ એક બેઝિક કામ કરનારો રોબોટ હોઇ શકે છે. જે માનવીઓ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp