ના લાયસન્સની ઝંઝટ, ના રજિસ્ટ્રેશનની ચિંતા, 80માં 800 કિમી ચાલશે આ ઈ-બાઈક

PC: esselenergy.com

ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની ડિમાન્ડ સતત વધી રહી છે. પેટ્રોલની વધતી કિંમતોએ ટૂ-વ્હીલર્સ ચાલકોની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, સરકાર પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે જેથી પારંપરિક ઈંધણ પર નિર્ભરતા ઓછી કરી શકાય. અહીં એક એવા ઈલેક્ટ્રિક વાહન વિશે જાણકારી આપવામાં આવી છે, જે સાયકલની શ્રેણીમાં આવે છે. જોકે, આવા વાહનોને ગ્લોબલ માર્કેટમાં E-Bike પણ કહેવામાં આવે છે. આ ઈલેક્ટ્રિક સાઇકલ અથવા ઈ-બાઈકની ખાસ વાત એ છે કે, તેને ચલાવવા માટે તમારે ના તો ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર છે અને ના રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે અને તેની કિંમત પણ ખૂબ ઓછી છે.

હરિયાણા બેઝ્ડ Essel Energyનું જાણીતું મોડલ GET 1 તમારા માટે સામાન્ય ડેલી યુઝ માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમા એક સ્કૂટની જેમ જ સારી સ્પેસની સાથે ફુટબોર્ડ અને સ્ટોરેજ સ્પેસ પણ આપવામાં આવી છે. 16Ah બેટરી પેકવાળા મોડલની કિંમત 43500 રૂપિયા અને 13Ah બેટરી પેક વેરિયન્ટની કિંમત 41500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, GET 1 સિંગલ ચાર્જમાં આશરે 50 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ ઈ-બાઈક બજારમાં બે અલગ-અલગ લિથિયમ બેટરી પેક સાથે ઉપલબ્ધ છે, એક વેરિયન્ટમાં 13Ahની ક્ષમતાની બેટરી અને બીજા વેરિયન્ટમાં 16Ahની ક્ષમતાની બેટરી આપવામાં આવી છે. માત્ર 39 કિલોની GET 1 સાઇકલમાં કંપનીએ 250 વોટ અને 48 વોટની ક્ષમતાની BLDC રિયર હબ ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. તેમા એક ડિસ્પ્લે પણ મળે છે, જેમા બેટરી રેન્જ સંબંધી જાણકારીઓ પ્રદર્શિત થાય છે. Essel GET 1થી કમ્ફર્ટ રાઈડ માટે કંપનીએ ડબલ શોકર સસ્પેન્શન આપ્યા છે. કંપની તેની બેટરી માટે 2 વર્ષ અને ઈલેક્ટ્રિક કમ્પોનેન્ટ માટે 1 વર્ષની વોરંટી આપી રહી છે.

જોકે, તેની ટોપ સ્પીડ માત્ર 25 કિમી પ્રતિ કલાક છે, આથી સેફ્ટીની દ્રષ્ટિએ તેમા બ્રેકિંગ દરમિયાન મોટર કટ-ઓફ સિસ્ટમ આપવામાં આવી છે. તેમા ચાલકની સીટને થોડી ઊંચી રાખવામાં આવે છે જ્યારે પાછળની સીટ નીચે છે, જેનો ઉપયોગ કેરિયર તરીકે પણ કરી શકાય છે. જોકે, આગળની સીટ એડજેસ્ટેબલ છે જેને તમે જરૂરિયાત પ્રમાણે ઉપર-નીચે કરી શકો છો.

GET 1 માં કંપનીએ સ્માર્ટ કી પણ આપી છે, જેની મદદથી તમે તેને રિમોટની જેમ ઓન-ઓફ પણ કરી શકો છો. પ્રોજેક્ટર લેન્સ હેડલાઈટ, ટેલ લાઈટ, ઈન્ડિકેટર્સ, સ્ટોરેજ સ્પેસ અને સામેની બાજુએ એક બાસ્કેટ પણ મળે છે. તેની બેટરીને તમે સામાન્ય ઘરેલૂં સોકેટથી કનેક્ટ કરીને સરળતાથી ચાર્જ કરી શકો છો. નાની બેટરી પેકને ચાર્જ થતા આશરે 5 કલાક અને મોટી બેટરી પેકને ચાર્જ થવામાં 6થી 7 કલાકનો સમય લાગે છે. કંપનીનો દાવો છે કે, તેની રનિંગ કોસ્ટ માત્ર 10 પૈસા પ્રતિ કિમી છે. એટલે કે 1 રૂપિયાના ખર્ચમાં 10 કિમી અને 80 રૂપિયાના ખર્ચમાં 800 કિમી સુધી જઈ શકાય છે. આ રનિંગ કોસ્ટ ઘરેલૂં ઈલેક્ટ્રિસિટી રેટ પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp