ફેસબૂક સૌપ્રથમ ભારતમાં લોન્ચ કર્યા આ નવા 3 ફીચર

PC: theverge.com/

ફેસબૂકે તાજેતરમાં જ 3 નવા ફીચર્સ પોતાના યુઝર્સ માટે લોન્ચ કર્યા છે અને આ નવા ફીચર્સ સૌથી પહેલા ભારતના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવા ફીચર છે વોઇસ પોસ્ટ, સ્ટોરી સેવ અને સ્ટોરી આર્કાઇવ. ભારતીય યુઝર્સની મોબાઇલમાં ઓછી સ્ટોરેજ ડેટાની સમસ્યાને ધ્યાનમાં રાખીને ફેસબૂકે આ ફીચર લોન્ચ કર્યા છે. તો જોઈએ શું છે આ ફીચર્સ...

સ્ટોરી સેવ ફીચર...

સ્ટોરી સેવ ફીચરની મદદથી યુઝર સ્ટોરી અને વીડિયોને ફેસબૂકમાં સેવ કરીને તેને પછી જોઈ શકશે. આ વીડિયોને જોવા માટે ફેસબૂક લોગ-ઇન કરવાનું રહેશે. આ સિવાય ફેસબૂક પર થોડા સમય બાદ પણ ફોટો શેર કરવા માટે તસવીરોને સેવ કરવાનું સંભવ થશે. એટલે કે ફોટો ક્લીક કર્યાના તુરંત બાદ તેને શેર કરવાની જરૂર નહીં રહે, પરંતુ ફેસબૂકમાં જ તેને સેવ કરીને પછી તેને શેર કરી શકાશે.

જૂની સ્ટોરી માટે તૈયાર થશે આર્કાઇવ...

સ્ટોરી આર્કાઇવ અંતર્ગત ફેસબૂક જૂની સ્ટોરીનું એક આર્કાઇવ તૈયાર કરશે. આ ફીચર પ્રાઇવેટ હશે અને યુઝર તેને બંધ પણ કરી શકે છે.

વોઇસ ફીચર...

વોઇસ ફીચર અંતર્ગત યુઝર 20 સેકેન્ડની વોઇસ રેકોર્ડિંગ પણ શેર કરી શકશે. વોઇસ પોસ્ટમાં બેકગ્રાઉન્ડમાં તસવીર અને ટેક્સ્ટ પણ એડ કરી શકશો. સેવ ફોટો અને વીડિયો ફીચર હાલમાં ફક્ત એન્ડ્રોઇડ યુઝર માટે છે. બીજી બાજુ વોઇસ પોસ્ટ ફેસબૂક લાઇટ યુઝર માટે છે. પછી તેને એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp