IPhoneનો ઓર્ડર રદ કરીને Flipkart ખરાબ રીતે ફસાયું, હવે તેને ભરવો પડશે મોટો દંડ

PC: in.mashable.com

બજારમાં iPhone હંમેશા માંગમાં રહેતો હોય છે. ઘણા લોકો ખાસ કરીને સેલ દરમિયાન તેને ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરે છે. હવે ફ્લિપકાર્ટ માટે ઓર્ડર કેન્સલ કરવો મોંઘો પડી ગયો છે. તેના બદલામાં આ E-કોમર્સ સાઈટને ભારે દંડ ભરવો પડશે.

ફ્લિપકાર્ટ પર આઇફોન સંબંધિત વેચાણ થતું રહેતું હોય છે અને તે ઘણી ઑફર્સ, ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વગેરે સાથે ગ્રાહકોને આકર્ષે છે. આવી જ કેટલીક ઑફર્સથી આકર્ષાઈને એક ગ્રાહકે આઈફોન ખરીદ્યો હતો, પરંતુ હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફ્લિપકાર્ટને આઈફોનનો ઓર્ડર રદ કરવા બદલ દંડ ભરવો પડ્યો છે. મુંબઈથી પ્રકાશમાં આવેલા આ મામલા યૂઝર્સને ચોંકાવી દીધા છે, કારણ કે હવે ફ્લિપકાર્ટને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કે, આ બાબત તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. તો ચાલો તમને પણ આ વિશે માહિતી આપી દઈએ...

યુઝરે આરોપ લગાવ્યો છે કે, તેણે આઇફોનનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ થોડા સમય પછી ફ્લિપકાર્ટે તેને રદ્દ કરી દીધો હતો. વપરાશકર્તા તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે ડિલિવર થવાના એક દિવસ પહેલા જ રદ કરવામાં આવ્યો હતો. જો કે, જ્યારે કંપનીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફ્લિપકાર્ટના સર્વિસ એક્ઝિક્યુટિવએ કહ્યું કે, હા આ કરવામાં આવ્યું છે. કારણ કે તેના ડિલિવરી એડ્રેસ પર કોઈ મળ્યું ન હતું. મતલબ કે ડિલિવરી બોય પ્રોડક્ટ લઈને ગયો હતો.

પરવાનગી વિના ઓર્ડર રદ કર્યા પછી, વપરાશકર્તાએ DDRC મુંબઈને અપીલ કરી અને સમગ્ર મામલાની માહિતી સંસ્થાને પણ આપી. આરોપ છે કે, ફ્લિપકાર્ટે વધારાનો નફો મેળવવા માટે આવું કર્યું છે. કારણ કે ફ્લિપકાર્ટના ગ્રાહક એક્ઝિક્યુટિવે કહ્યું કે, હવે તેમને ફરીથી ઓર્ડર આપવો પડશે. પરંતુ જ્યારે યુઝર ઓર્ડર આપવા ગયા ત્યારે iPhoneની કિંમતમાં લગભગ 7 હજાર રૂપિયાનો વધારો થઇ ચુક્યો હતો. સાથે યુઝરે કહ્યું કે, આનાથી માનસિક પીડા થઈ રહી છે.

વપરાશકર્તાએ તેના ક્રેડિટ કાર્ડથી આ માટે ચૂકવણી કરી. પરંતુ તમામ ચૂકવણી સમયસર કરવામાં આવી હતી. જોકે, ત્યાર પછી ફ્લિપકાર્ટ દ્વારા રકમ પરત પણ કરવામાં આવી છે. પીડિત યુવકે એમ પણ કહ્યું કે, આનાથી તેણે માનસિક પીડા થઈ રહી છે. રકમ આપવામાં આવી હોવા છતાં માનસિક પીડા માટેની ચૂકવણી કરવામાં આવી નથી. તેના સ્પષ્ટીકરણમાં, ફ્લિપકાર્ટે કહ્યું કે, તે માત્ર સમયાંતરે ઓર્ડર આપે છે. અહીં વેચનાર કોઈ બીજું જ હોય છે. પરંતુ કમિશને ફ્લિપકાર્ટને 10,000 રૂપિયા ચૂકવવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp