Ford Capri EV લોન્ચ, સિંગલ ચાર્જમાં 627kmની રેન્જ, કિંમત આટલા લાખ રૂપિયા
કાર નિર્માતા કંપની ફોર્ડે પોતાની જૂની Ford Capriને નવા અવતારમાં રજૂ કરી છે. કંપની આ Ford Capriને ઇલેક્ટ્રિક વેરિયન્ટમાં લાવવા જઇ રહી છે, જેને મેનચેસ્ટર યુનાઈટેડ અને ફ્રેંચ ઇન્ટરનેશનલ ખેલાડી એરિક કેન્ટોનાએ દુનિયા સામે રજૂ કરી. આ કાર 5 દરવાજા સાથે આવવાની છે છે. આ કારને હાલમાં યુરોપીય માર્કેટ માટે રજૂ કરવામાં આવી છે. આવો આ આર્ટિકલમાં જાણીએ આ કારમાં શું ખાસ ફીચર્સ છે.
વર્ષ 1968માં શરૂ થયેલી Ford Capriને યુરોપ માટે મસ્ટેંગના રુપમાં યૂરોપમાં પ્રમોટ કરવામાં આવી હતી. Ford Capri એ સ્ટાઇલિશ 2 ડોર ક્રુપ હતી, જે ફોર્ડ યુરોપની સૌથી પ્રસિદ્ધ કાર કાર્ટિના પર આધારિત હતી. તો હવે આવનારી ફોર્ડ Ford Capri EV એક 3 બોક્સ ક્રોસઓવર સેડાન છે. તેમાં હાઇ રાઇડિંગ સ્ટાન્સ અને ફાસ્ટબેક જેવી રુફ આપવામાં આવી છે. તેમાં શાનદાર ડીઝાઇનવાળા હેડલાઇટ્સ આપવા આવ્યા છે. આ કાર ઇન્ટીરિયરમાં 14.6 ઈંચની પોટ્રેટ સ્ટાઈલ ઇન્ફોટેનામેન્ટ સ્ક્રીન ફ્લોટિંગ સેન્ટર કન્સોલ આપવામાં આવ્યું છે.
Did you see it? The legend is back.
— Ford News Europe (@FordNewsEurope) July 10, 2024
The new all-electric Ford Capri. ⚡️
Discover more 👇https://t.co/JBhlChJ3ku
#FordCapri #TheLegendIsBack #JeSuisCapri #ElectricVehicle #EV pic.twitter.com/aq7fAuzgRy
પાછલી Capriથી હળતા-મળતા સ્ટિયરિંગ વ્હીલ આપવામાં આવ્યા છે. કારમાં પૈંડાં પણ શાનદાર આપવામાં આવ્યા છે. Ford Capri EV માટે ફ્લેડિન્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગ્લોસ બ્લેક રંગની છે. Ford Capri EVના પાવરટ્રેનની વાત કરીએ તો તેમાં 77 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 627 કિમીની રેન્જ આપશે. આ કાર માત્ર 6.4 કિમીની રેન્જ આપશે. આ કાર માત્ર 6.4 સેકન્ડમાં 100 કમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે. આ ટોપ AWD વેરિયન્ટ VW ID.5 GTX ટ્રીમમાં 79 kWhની બેટરી પેક આપવામાં આવ્યું છે જે 592 કિમીની રેન્જ આપશે.
આ વેરિયન્ટ માત્ર 5.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લેશે. Ford Capri EV મોડલની શરૂઆતી કિંમત લગભગ 51.55 લાખ રૂપિયા છે અને તેના પ્રીમિયમ ટ્રીમની કિંમત લગભગ 55.95 લાખ રૂપિયાથી છે. આ કારને હાલમાં લોન્ચ કરવામાં આવી છે. આશા લગાવવામાં આવી રહી છે કે જલદી જ આ કાર ભારતીય માર્કેટમાં પણ લોન્ચ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp