તાઈવાનની ફેમસ કંપની આવી ગઈ ભારત, રજૂ કર્યું પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર

PC: twitter.com

ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં વધુ એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. તાઇવાની કંપની ગોરગો Inc.એ ભારતીય માર્કેટમાં પોતાનું નવું સ્કૂટર CrossOver GX250ને સત્તાવાર રજૂ કર્યું છે. કંપનીએ આ સ્કૂટર રજૂ કરવા સાથે જ બેટરી સ્વેપિંગ ઇકોસિસ્ટમને પણ લોન્ચ કરી છે. શરૂઆતમાં આ સ્કૂટર બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) મોડ્યૂલમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેને દિલ્હી અને ગોવાના ગ્રાહકો ખરીદી શકશે. કંપનીની યોજના છે કે વર્ષ 2024ની શરૂઆતમાં તેને મુંબઈ અને પૂણેના ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગોરગોના ફાઉન્ડર અને CEO હોરેસ લ્યૂકે કહ્યું કે, ‘અમે ગ્લોબલ અર્બન ટ્રાન્સપોર્ટેશન લેન્ડસ્કેપમાં એક નાટકીય બદલાવના શિખર પર છીએ અને પોતાના 250 મિલિયન કરતા વધુ મોપેડ અને બાઇકો સાથે ભારતના B2B પરિવહનમાં બદલાવનું નેતૃત્વ કરવા માટે સારી સ્થિતિમાં છીએ. ગોરગો CrossOver સીરિઝમાં એ બધુ સામેલ છે જેના માટે અમારી બ્રાન્ડ ઓળખાય છે અને નવા મેડ ઇન ઈન્ડિયા CrossOver GX250 વધુ બેસવાની જગ્યા, વધુ સ્ટોરેજ અને સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે તેને ઇન્ડિયન રાઇડર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.’

ગોરગોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર પૂરી રીતે ભારતમાં બન્યું છે અને તેને આ પ્રકારનું ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક પ્રકારના રોડ કન્ડિશનમાં સરળતાથી દોડી શકે છે. ગોરગો CrossOver સીરિઝને કુલ 3 મોડલમાં રજૂ કરવામાં આવી છે, જેમાં CrossOver GX250, CrossOver 50 અને CrossOver S સામેલ છે. સૌથી પહેલા CrossOver GX250 વેચાણ માટે ઉપલબ્ધ છે ત્યારબાદ આગામી વર્ષ સુધીમાં CrossOver 50 અને CrossOver Sને વેચાણ માટે રજૂ કરવામાં આવશે. CrossOver GX250નું મેન્યૂફેક્ચરિંગ મહારાષ્ટ્રમાં થયું છે અને તે ગોરગોનું પહેલું સ્માર્ટસ્કૂટર છે જેનું નિર્માણ પૂરી રીતે ભારતમાં કરવામાં આવ્યું છે.

CrossOver GX250ને ભારતના રાઇડર્સની જરૂરિયાતો અને વિશિષ્ઠ સુવિધાઓને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવ્યું છે. આ એક CrossOver સ્માર્ટસ્કૂટર છે, જેમાં ઘણા એડવાન્સ ફીચર્સ અને ટેક્નિકને જગ્યા આપવામાં આવી છે. CrossOver GX250ના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો એ સામાન્ય ઇલેક્ટ્રિક સ્કૂટરોથી એકદમ અલગ છે. એ ચાલક અને સહયાત્રીને સારી સ્પેસ પ્રદાન કરવા સાથે જ આકર્ષક સ્ટોરેજ સ્પેસ પણ આપે છે. પ્લેટફોર્મ ડિઝાઇન હેડલાઇટ, પગ પાસે, સીટ અને રિયર કાર્ગો સ્પેસ સહિત તેમાં કુલ 4 કાર્ગો સ્પેસ મળે છે જ્યાં તમે પોતાની જરૂરિયતનો પૂરો સામાન રાખી શકો છો. એ સિવાય જો તમને હજુ પણ જગ્યાની જરૂરિયાત પડે છે તો તમે પાછળની સીટને ફોલ્ડ કરીને તેને પણ સ્ટોરેજ સ્પેસ તરીકે ઉપયોગ કરી શકો છો.

કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરના નિર્માણમાં ઓલ ટેર્રન ચેચિસનો ઉપયોગ કર્યો છે. જેથી તે સ્કૂટર દરેક પ્રકારના રોડ કન્ડિશનમાં સરળતાથી દોડી શકે છે. શાનદાર મજબૂતી, શાનદાર સ્ટન્સ અને સીટિંગ પોસ્ચરના કારણે આ સ્કૂટરને ખરાબ માર્ગે પણ સરળતાથી દોડી શકાય છે. તેમાં કંપનીએ 176 મિમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે જે ખાસ કરીને ભારતીય રોડ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગોરગોના લાઇનઅપમાં સૌથી વધુ ગ્રાઉન્ડ ક્લિયરેન્સ છે.

જ્યાં સુધી બેટરી અને રેંજની વાત આવે છે તો CrossOver GX250માં કંપનીએ 2.5 kWની ક્ષમતાની બેટરી પેક આપવામાં આવ્યું છે અને તેની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 111 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. CrossOver લુક અને ડિઝાઇનના કારણે આ સ્કૂટર બજારમાં ઓલા અને એથર જેવા બ્રાન્ડને ટક્કર આપશે. Gorgo તાઈવાનની પ્રખ્યાત ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની છે.

ઓગસ્ટમાં ભારતના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમેટિક ટેક્નોલોજી (ICAT)ના ભારત માટે CrossOver GX250ને પ્રમાણિત કર્યું હતું. નવેમ્બરમાં Gorgo ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેન્ક (SIDBI) દ્વારા માન્યતા પ્રાપ્ત પહેલી વિદેશી ટૂ-વ્હીલર કંપની બની, જેને પોતાના ઇલેક્ટ્રિક વાહનો નાણાકીય પોષણ કાર્યક્રમો માટે CrossOver GX250ને રજૂ કરવાની યોજના બનાવી. જો કે, અત્યારે કંપનીએ આ સ્કૂટરની કિંમતની જાહેરાત કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp